જર્સીના આ ડાઘ ભારતીય ફૅન્સને હંમેશાં યાદ રહેશે

01 November, 2025 03:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ 2025ની સેમી ફાઇનલ મૅચમાં સાત વખતના ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સામે સદી ફટકાર્યા બાદ જેમિમા રૉડ્રિગ્સ સોશ્યલ મીડિયા પર છવાઈ ગઈ હતી. મૅચમાં રન લેતી વખતે રનઆઉટથી બચવા માટે લગાડેલી ડાઇવથી તેની જર્સી પર માટીના ડાઘ પડ્યા હતા.

જર્સીના આ ડાઘ ભારતીય ફૅન્સને હંમેશાં યાદ રહેશે

વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ 2025ની સેમી ફાઇનલ મૅચમાં સાત વખતના ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સામે સદી ફટકાર્યા બાદ જેમિમા રૉડ્રિગ્સ સોશ્યલ મીડિયા પર છવાઈ ગઈ હતી. મૅચમાં રન લેતી વખતે રનઆઉટથી બચવા માટે લગાડેલી ડાઇવથી તેની જર્સી પર માટીના ડાઘ પડ્યા હતા. જેમિમાના એ ફોટો સાથે ગૌતમ ગંભીર, યુવરાજ સિંહ અને વિરાટ કોહલીના માટીના ડાઘ સાથેના ફોટો વાઇરલ થયા હતા.

ગૌતમ ગંભીર (ફાઇનલ મૅચ) અને યુવરાજ સિંહ (સેમી ફાઇનલ)નો ફોટો વન-ડે વર્લ્ડ કપ ૨૦૧૧ દરમ્યાનનો હતો જ્યાં તેમણે મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમી હતી. વિરાટ કોહલીનો ફોટો ૨૦૧૬ના T20 વર્લ્ડ કપ દરમ્યાનનો છે. એ વર્લ્ડ કપમાં કોહલી ૨૭૩ રન સાથે ટુર્નામેન્ટનો બીજો હાઇએસ્ટ સ્કોરર હતો. જોકે ઘરઆંગણાના એ વર્લ્ડ કપમાં ભારતની સફર સેમી ફાઇનલમાં સમાપ્ત થઈ હતી. 

Jemimah rodrigues indian womens cricket team indian cricket team australia cricket news sports news