01 November, 2025 03:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દીપિકા પાદુકોણ
જાહેરમાં માનસિક સ્થિતિ વિશે ખુલાસો કરવા બદલ જેમિમાની પ્રશંસા કરી દીપિકા પાદુકોણેનવી મુંબઈમાં સેમી ફાઇનલના શાનદાર જંગ બાદ પ્રેસ-કૉન્ફરન્સમાં પણ જેમિમા રૉડ્રિગ્સે રડતાં-રડતાં પોતાની ખરાબ માનસિક સ્થિતિ વિશે જાહેરમાં ખુલાસો કર્યો હતો. આ વિડિયોને બૉલીવુડસ્ટાર દીપિકા પાદુકોણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શૅર કરીને લખ્યું કે ‘તારી નબળાઈ અને સ્ટોરી શૅર કરવા બદલ આભાર જેમિમા રૉડ્રિગ્સ.’ દીપિકા પાદુકોણ ભૂતકાળમાં આજ રીતે પોતાની ખરાબ મેન્ટલ હેલ્થ અને એની સામેની લડત વિશે ખુલાસો કરી ચૂકી છે. દીપિકા છેલ્લાં ઘણાં વર્ષોથી આ ક્ષેત્રમાં જાગૃતિ-અભિયાન ચલાવી રહી છે. તેને હાલમાં ભારત સરકારે પહેલી મેન્ટલ-હેલ્થ ઍમ્બૅસૅડર પણ બનાવી હતી.