ઑલમોસ્ટ એક મહિના બાદ વિજય મેળવીને પંજાબે સતત ૬ હારનો સિલસિલો અટકાવ્યો

24 May, 2026 07:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લખનઉના ૧૯૭ રનના ટાર્ગેટને ૧૮ ઓવરમાં ૨૦૦ રન કરીને ૭ વિકેટે જીત મેળવી, શ્રેયસ ઐયરે વિનિંગ સિક્સર ફટકારીને પહેલી IPL સદી પણ નોંધાવી

૫૧ બૉલમાં ૧૧ ફોર અને પાંચ સિક્સની મદદથી અણનમ ૧૦૧ રન કર્યા કૅપ્ટન શ્રેયસ ઐયરે.

એકાના સ્ટેડિયમમાં ગઈ કાલે લખનઉ સુપર જાયન્ટ્સ સામે પંજાબ કિંગ્સે ૭ વિકેટ વિજય મેળવ્યો હતો. લખનઉએ જૉશ ઇંગ્લિસના ૭૨ રનની મદદથી ૬ વિકેટના નુકસાન સાથે ૧૯૬ રન કર્યા હતા. જવાબમાં પંજાબે શ્રેયસ ઐયરની પહેલી IPL સદી અને ત્રીજી વિકેટ માટેની ૧૪૦ રનની ભાગીદારીના આધારે ૧૮ ઓવરમાં ૩ વિકેટે ૨૦૦ રન કરીને ૧૯૭ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

લખનઉ સામે પંજાબની આ સતત ચોથી જીત હતી. વર્તમાન સીઝનમાં પહેલી ૭ મૅચમાં અપરાજિત રહેનાર પંજાબે સતત ૬ મૅચ હારવાનો સિલસિલો રોક્યો હતો. પંજાબને છેલ્લી જીત ૨૯ દિવસ એટલે લગભગ એક મહિના પહેલાં પચીસમી એપ્રિલે દિલ્હી સામે મળી હતી. એ મૅચમાં પંજાબે ૨૬૫ રનનો રેકૉર્ડ ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર લખનઉએ ૨.૫ ઓવરમાં ૨૦ રનના સ્કોરે બે વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર જજૉ ઇંગ્લિસે ૪૪ બૉલમાં ૯ ફોર અને બે સિક્સની મદદથી ૭૨ રન ફટકારીને સ્થિતિ સંભાળી લીધી હતી. ચોથા ક્રમના બૅટર આયુષ બદોનીએ ૧૮ બૉલમાં પાંચ ફોર અને ત્રણ સિક્સ ફટકારીને ૪૩ રન ઝૂડ્યા હતા.

IPL પૉઇન્ટ્સ ટેબલ

ટીમ

મૅચ

જીત

હાર

નો-રિઝલ્ટ

નેટ રનરેટ

પૉઇન્ટ

બૅન્ગલોર

૧૪

+૦.૭૮૩

૧૮

ગુજરાત

૧૪

+૦.૬૯૫

૧૮  

હૈદરાબાદ

૧૪

+૦.૫૨૪

૧૮ 

પંજાબ

૧૪

+૦.૩૦૯

૧૫

રાજસ્થાન

૧૩

૬ 

+૦.૦૮૩ 

૧૪ 

કલકત્તા

૧૩

૬ 

+૦.૦૧૧

૧૩ 

ચેન્નઈ

૧૪

૮ 

-૦.૩૪૫

૧૨ 

દિલ્હી

૧૩

-૦.૮૭૧

૧૨ 

મુંબઈ

૧૩

-૦.૫૧૦

૮    

લખનઉ

૧૪

૧૦

-૦.૭૪૦

રિષભ પંતે ૨૨ બૉલમાં ૨૬ રન અને અબ્દુલ સમદે ૨૦ બૉલમાં ૩૭ રન કર્યા હતા. પંજાબ માટે સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને ફાસ્ટ બોલર માર્કો યાન્સેને બે-બે વિકેટ ઝડપી હતી. શશાંક સિંહ અને અઝમતુલ્લાહ ઓમરઝાઈ જેવા પેસ બોલર ઑલરાઉન્ડર્સને ૧-૧ સફળતા મળી હતી.

રન-ચેઝ દરમ્યાન પંજાબે પહેલા જ બૉલ પર ઓપનર પ્રિયાંશ આર્યની વિકેટ ગુમાવી દીધી હતી. પ્રભસિમરન સિંહે ૩૯ બૉલમાં ૭ ફોર અને બે સિક્સની મદદથી ૬૯ રન કર્યા હતા. કૅપ્ટન શ્રેયસ ઐયરે ૫૧ બૉલમાં ૧૧ ફોર અને પાંચ સિક્સની મદદથી અણનમ ૧૦૧ રન ઝૂડી નાખ્યા હતા.

છેક ૧૧મી સીઝનમાં શ્રેયસ ઐયરે પોતાની પહેલી IPL સદી મૅચની વિનિંગ સિક્સર સાથે પૂરી કરી હતી. ત્રીજી વિકેટ માટે બન્ને વચ્ચે ૭૬ બૉલમાં ૧૪૦ રનની પાર્ટનરશિપ થઈ હતી. લખનઉ તરફથી મોહમ્મદ શમીએ બે વિકેટ અને અર્જુન તેન્ડુલકરે એક વિકેટ લીધી હતી.

punjab kings IPL 2026 sports news sports cricket news lucknow super giants shreyas iyer