24 May, 2026 08:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાનખેડે સ્ટેડિયમમાં આજે ૨૦,૦૦૦થી વધુ બાળકો મુંબઈ ઇન્ડિયન્સને સપોર્ટ કરવા પહોંચશે
દર IPL સીઝનની જેમ આ વખતે પણ એજ્યુકેશન ઍન્ડ સ્પોર્ટ ફૉર ઑલ (ESA) પહેલ હેઠળ વાનખેડે સ્ટેડિયમમાં હજારો બાળકો મુંબઈ ઇન્ડિયન્સને સપોર્ટ કરવા પહોંચશે. આજે રાજસ્થાન રૉયલ્સ સામેની બપોરની મૅચ દરમ્યાન વાનખેડે સ્ટેડિયમમાં ૨૦,૦૦૦થી વધુ બાળકોનો ગણગણાટ સાંભળવા મળશે. રિલાયન્સ ફાઉન્ડેશનની આ પહેલ હેઠળ મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાતના વંચિત વર્ગો, આદિવાસી સમુદાયો અને ગામડાંઓમાં બાળકોને સ્ટેડિયમ સુધી લાવવામાં આવશે. આ વર્ષે પહેલી વાર નૅશનલ અસોસિએશન ફૉર ધ બ્લાઇન્ડ (NAB)નાં ૧૦૦ દૃષ્ટિહીન બાળકો આ અનુભવનો ભાગ બનશે. છેલ્લાં ૧૬ વર્ષમાં રિલાયન્સ ફાઉન્ડેશનની ESA પહેલે ભારતનાં ૨૮ રાજ્યોમાં ૨.૮ કરોડથી વધુ બાળકોને પ્રભાવિત કર્યાં છે.