20 February, 2026 03:02 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
શિખર ધવન અને સોફી શાઇન
ભારતના ભૂતપૂર્વ ઓપનર શિખર ધવને ગઈ કાલે પોતાની ગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથે પોતાના સંગીત-સમારોહના સુંદર ફોટો શૅર કર્યા હતા. અપેક્ષા અનુસાર તેઓ ફેબ્રુઆરીના આ અઠવાડિયામાં લગ્નના બંધનમાં બંધાશે. જાન્યુઆરીની શરૂઆતમાં બન્નેએ ગુપચુપ સગાઈ કરી હતી. અહેવાલ અનુસાર દિલ્હીમાં ફૅમિલીના નજીકના લોકો વચ્ચે ૪૦ વર્ષનો શિખર ધવન બીજી વખત દુલ્હેરાજા બનશે. ધવનનાં આ બીજાં લગ્ન છે, તે ૨૦૨૩માં પોતાની પહેલી પત્ની આયેશા મુખરજીથી અલગ થઈ ગયો હતો.