જો ભારત જીતશે તો અમે સાથે મળીને ગીત ગાઈશું

01 November, 2025 03:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જેમિમાના પર્ફોર્મન્સ પર સુનીલ ગાવસકર ફિદા

થોડાં વર્ષો પહેલાં BCCI અવૉર્ડ્‌સ વખતે સુનીલ ગાવસકર અને જેમિમા રૉડ્રિગ્સે ગીત ગાયું હતું

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસકરે વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ 2025ની ફાઇનલ મૅચ પહેલાં સેલિબ્રેશન કેવી રીતે કરવું એ નક્કી કરી લીધું છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘જો ભારત વર્લ્ડ કપ જીતે છે તો તે (જેમિમા) અને હું, જો તેને વાંધો ન હોય તો અમે સાથે મળીને એક ગીત ગાઈશું. તે તેની ગિટાર સાથે હશે અને હું એક ગીત ગાઈશ. અમે BCCI અવૉર્ડ્સમાં થોડાં વર્ષો પહેલાં આવું કર્યું હતું. તે ગિટાર ખૂબ સારી રીતે વગાડે છે. જો તે મારા જેવા એક વૃદ્ધ માણસ સાથે એ કરવામાં ખુશ થશે તો હું તેના માટે તૈયાર છું.’

Jemimah rodrigues sunil gavaskar indian cricket team indian womens cricket team cricket news sports news