રિતુ કુમારના બિઝનેસમાં ચાર ફૅશન બ્રૅન્ડ - લેબલ રિતુ કુમાર, ધ થર્ડ આરઆઇ રિતુ કુમાર, આર્ક અને રિતુ કુમાર હોમ ઍન્ડ લિવિંગનો સમાવેશ થાય છે
રીતુ કુમાર તેમનાં વર્કશોપમાં
રિલાયન્સ રીટેલ વેન્ચર્સ લિમિટેડે રિતુ કુમારની કંપની રિતિકા પ્રા. લિ.માં બાવન ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. બન્ને કંપનીઓએ સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે રિતિકામાં વૈશ્વિક ઇક્વિટી કંપની એવરસ્ટોને ૩૫ ટકા હિસ્સો હસ્તગત કર્યો છે અને હવે રિલાયન્સ રીટેલે એ હિસ્સા સહિત કંપનીમાં બહુમતી હિસ્સો ખરીદ્યો છે. રિતુ કુમારના બિઝનેસમાં ચાર ફૅશન બ્રૅન્ડ - લેબલ રિતુ કુમાર, ધ થર્ડ આરઆઇ રિતુ કુમાર, આર્ક અને રિતુ કુમાર હોમ ઍન્ડ લિવિંગનો સમાવેશ થાય છે. વૈશ્વિક સ્તરે તેના ૧૫૧ સ્ટોર છે.
અહીં જણાવવું રહ્યું કે રિલાયન્સ બ્રૅન્ડ્સ લિમિટેડે ગયા સપ્તાહે જાહેર કર્યા મુજબ કંપની જાણીતા ફૅશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની કંપની એમએમ સ્ટાઇલ્સ પ્રા. લિ.માં ૪૦ ટકા હિસ્સો ખરીદશે.