Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આજે શું કરશો? નેક્સ્ટ વીકમાં શું કરશો?

આજે શું કરશો? નેક્સ્ટ વીકમાં શું કરશો?

29 January, 2023 03:21 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વાંચો અહીં...

આજે શું કરશો? નેક્સ્ટ વીકમાં શું કરશો?

આજે શું કરશો? નેક્સ્ટ વીકમાં શું કરશો?


સલામ નોની અપ્પા

ટ‍્વિન્કલ ખન્નાની શૉર્ટ સ્ટોરી સલામ નોની અપ્પા પરથી આ પ્લે બન્યો છે. એમાં નોની અપ્પા વિડો છે અને તેમનાથી એકદમ ઑપોઝિટ સ્વભાવ ધરાવતી બહેન બિન્ની સાથે રહે છે. જોકે નોની તેનાથી નાની ઉંમરની અને મૅરિડ પુરુષના પ્રેમમાં પડે છે અને પછી તેના જીવનમાં જે કશ્મકશ રચાય છે એના પર આખો ડ્રામા છે. સંબંધોમાં સ્ટીરિયોટાઇપ માન્યતાઓને તોડીને લાઇફને ખરા અર્થમાં જીવવાની વાત અહીં કહેવાઈ છે. 
ક્યારે?: ૨૯ જાન્યુઆરી
સમયઃ સાંજે ૪.૩૦થી 
ક્યાં?: એક્સપરિમેન્ટલ થિયેટર, એનસીપીએ
કિંમતઃ ૪૦૦થી ૭૫૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ ncpamumbai.com



વિન્ટર ફ્લી માર્કેટ


શિયાળો હજી ગુલાબી ફૉર્મમાં છે ત્યારે આ સીઝન મુજબના ગાર્મેન્ટ્સથી લઈને ઍક્સેસરીઝ તેમ જ ખાણીપીણીનો જલસો એકસાથે મળી જાય એવું ફ્લી માર્કેટ ભરાયેલું છે. સાંજના સમયે અહીં બાળકો સાથે રમતગમત અને જાતજાતની વાનગીઓનો લુત્ફ લઈ શકાય એમ છે. 
ક્યારે?: ૨૯ જાન્યુઆરી
સમયઃ સાંજે ૪થી ૧૧
ક્યાં?: આર સિટી મૉલ, ઘાટકોપર

યુથ કથક ફેસ્ટિવલ


ખાસ કોઈ એક જ ડાન્સ ફૉર્મ માટે બે દિવસનો ફેસ્ટિવલ મુંબઈમાં પહેલી વાર થઈ રહ્યો છે. બનીચંદ ડાન્સ ઍકૅડેમીના કથક ગુરુ મધુમીતા ચક્રવર્તીના માર્ગદર્શનમાં મુંબઈભરના સોલો કે ગ્રુપ કથક ડાન્સર્સના પર્ફોર્મન્સ અહીં થશે. એક દિવસ વીતી ગયો છે, પણ હજી એક દિવસ બાકી છે જેમાં ડાન્સ પર્ફોર્મન્સની સાથે કૉમ્પિટિશન તેમ જ બિયૉન્ડ બૅક સ્ટેજ ટૉક-શો પણ છે. 
ક્યારે?: ૨૯ જાન્યુઆરી
સમયઃ બપોરે ૩થી રાતે ૯.૩૦
કિંમતઃ ૨૦૦થી ૫૦૦ રૂપિયા
ક્યાં?: બાંદરા ફૉર્ટ ગાર્ડન, મુંબઈ
રજિસ્ટ્રેશનઃ insider.in

સમન્સ ચિકનકારી એક્ઝિબિશન

બેસ્ટ ચિકનકારી ફૅબ્રિકમાંથી ડિઝાઇનર ક્રીએશન્સની શોધમાં હો તો આ વીકમાં માત્ર ચિકનકારી વર્કનું એક્ઝિબિશન થઈ રહ્યું છે. વિવિધ રંગો, વિવિધ ફૅબ્રિક અને લેટેસ્ટ ડિઝાઇનર કલેક્શન અહીં જોવા મળશે. 
ક્યારે?: ૨ અને ૩ ફેબ્રુઆરી
ક્યાં?: પીસ હેવન બંગલો, ન્યુ કાંતવાડી રોડ, બાંદરા
સમયઃ ૧૧થી ૮
વધુ માહિતી 
માટે : @saman.emporio

ઇટ્સ સ્ટોરી ટાઇમ

આવતા બે મહિના માટે બાળકોને વીકલી વન્સ સાથે બેસીને સ્ટોરી સાંભળવા અને પોતે સાંભળેલી સ્ટોરી કહેવાનું સેશન મૅજિક 
બીન્સ દ્વારા શરૂ થઈ રહ્યું છે. વીકમાં એક સાંજ તમારાં બાળકો સમવયસ્ક બાળકોની સાથે 
બેસીને અવનવી વાર્તા સાંભળશે, એ વાર્તા પરથી ફન ગેમ્સ રમશે. વાર્તા વૉકેબ્યુલરી સુધારે છે, સાંભળતાં શીખવે છે, ક્રીએટિવ થિન્કિંગ અને પ્રૉબ્લેમ સૉલ્વિંગ સ્કિલ્સ સુધારે છે. 
ક્યારે?: ૧ ફેબ્રુઆરીથી ૨૯ માર્ચ (દર બુધવારે)
સમયઃ સાંજે ૫થી ૭
ક્યાં?: મૅજિક બીન્સ, કૅમ્પ્સ કૉર્નર
કિંમતઃ ૫૦૦ રૂપિયા 
રજિસ્ટ્રેશનઃ bookmyshow

રેડ સ્ટૅલિયન પેઇન્ટિંગ

કન્ટેમ્પરરી પેઇન્ટિંગમાં વિવિધ શેડ્સનો ઉપયોગ કરીને રતાશપડતા ઘોડાનું પોર્ટ્રેટ દોરવાનું શીખવવામાં આવશે આર્ટિસ્ટ મર્સિયા બાલ્વિન  દ્વારા કૅટરફ્લાય દ્વારા ઑર્ગેનાઇઝ થયેલી વર્કશૉપમાં. ત્રણ દિવસની આ વર્કશૉપ માટે ઍક્રિલિક કલર્સ, ફ્લૅટ બ્રશ, મિક્સિંગ પૅલેટ, રાઉન્ડ બ્રશ જેવી ચીજો તમારે હાથવગી રાખવાની રહેશે. 
ક્યારે?: ૪, ૫ અને ૧૧ ફેબ્રુઆરી
સમયઃ ૧૧.૩૦થી ૧.૩૦
કિંમતઃ ૯૦૦ રૂપિયા 
રજિસ્ટ્રેશનઃ catterfly.com

દેવ-દેવીઓનું ગોંદ પેઇન્ટિંગ

મધ્ય ભારતની ગોંદ ટ્રાઇબ દ્વારા તેમની આગવી ચિત્રકળાની સંસ્કૃતિને જાળવી રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ગોંદ પેઇન્ટિંગની ટ્રેડિશનલ અને ઑથેન્ટિક મોટિફ્સની સ્ટાઇલમાં કઈ રીતે દેવ-દેવીઓનું નિરૂપણ થાય છે એ આ વર્કશૉપમાં શીખવવામાં આવશે. 
ક્યારે?: ૩૧ જાન્યુઆરી
સમયઃ બપોરે ૪
ક્યાં?: ઑનલાઇન ઝૂમ પર 
કિંમતઃ ૩૯૯ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ @rooftop_app

Whatsapp-channel Whatsapp-channel

29 January, 2023 03:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK