Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વી શેલ ઓવરકમ

વી શેલ ઓવરકમ

11 June, 2021 01:19 PM IST | Mumbai
RJ Dhvanit Thaker

૧૯૦૦માં લખાયેલા આ ગીતે માત્ર અમેરિકામાં જ નહીં, દુનિયાના લગભગ અડધોઅડધ દેશોમાં પૉઝિટિવિટી ફેલાવવાનું અને આશાવાદ બળવત્તર બનાવવાનું કામ કર્યું છે અને આજે પણ એ જ કામ કરી રહ્યું છે

અનિલ બિસ્વાસે આ ગીત કમ્પોઝ કર્યું અને આકાશવાણીએ એક જ દિવસે, એક જ સમયે દેશભરનાં તમામ રેડિયો-સ્ટેશનમાં એ ઑન ઍર કર્યું

અનિલ બિસ્વાસે આ ગીત કમ્પોઝ કર્યું અને આકાશવાણીએ એક જ દિવસે, એક જ સમયે દેશભરનાં તમામ રેડિયો-સ્ટેશનમાં એ ઑન ઍર કર્યું


હમ હોંગે કામયાબ એક દિન

મન મેં હૈ વિશ્વાસ, પૂરા હૈ વિશ્વાસ



હમ હોંગે કામયાબ એક દિન


આપણે વાત કરતા હતા આ ગીતની. બહુ જાણીતું સૉન્ગ છે આ. સ્કૂલમાં તમે ગાયું હશે, કૉલેજમાં ગાયું હશે, ટ્રેકિંગ કૅમ્પમાં ગયા હશો ત્યાં ગાયું હશે અને પિકનિકમાં પણ ગાયું હશે. ગયા શુક્રવારે કહ્યું એમ, ‘હમ લોગ’ સિરિયલમાં પણ તમે એ સાંભળ્યું હશે અને જયા બચ્ચન, જ્યારે જયા ભાદુરી હતાં ત્યારે તેમણે કરેલી ફિલ્મ ‘ગુડ્ડી’માં પણ આ ગીત તમે સાંભળ્યું હશે. આ ગીતની જે પૉઝિટિવિટી છે, એની જે હકારાત્મકતા છે એ અનહદ છે. એ સાંભળતી વખતે તમને આપોઆપ મનમાં પૉઝિટિવિટી આવી જાય, પણ આ હકારાત્મકતા ઓરિજિનલી ક્યાંથી આવી છે એની ખબર છે તમને?

ના, મોટા ભાગનાઓને નહીં ખબર હોય આ સૉન્ગની હિસ્ટરી વિશે. આ સૉન્ગ ઓરિજિનલી એક રિલિજિયસ સૉન્ગ હતું. હા, ધાર્મિક ગીત હતું. ઇન્ટરનૅશનલ મ્યુઝિકમાં આ પ્રકારના સૉન્ગને ગો-સ્પેલ સૉન્ગ કહે છે. સૉન્ગના શબ્દો છે, વી શેલ ઓવરકમ. ચાર્લ્સ આલ્બર્ટ ટીનલીએ આ સૉન્ગ ૧૯૦૦ની સાલમાં ફિલાડેલ્ફિયામાં કમ્પોઝ કર્યું. સૉન્ગ કમ્પોઝ થયું ત્યારે તો એ હિટ થયું જ, પણ સમય જતાં અમેરિકામાં સિવિલ રાઇટ્સ મોમેન્ટ શરૂ થઈ અને આ સૉન્ગ લોકો માટે એન્થમ બની ગયું. વાત છે ૧૯પ૯ની.


‘વી શેલ ઓવરકમ...’ પ્રોટેસ્ટ સૉન્ગ બન્યું અને પછી તો રીતસર આ સૉન્ગ સાથે રૅલીઓ નીકળવાની શરૂ થઈ. એવો સમય આવી ગયો કે જાહેર સભા હોય તો એ જગ્યાએ પણ પહેલાં આ ગીત વાગે અને લોકો પણ એને ઝીલે. એક તબક્કો એવો આવ્યો કે આ સૉન્ગ દૂરથી સંભળાય તો પણ અમેરિકાના જે લેફ્ટીસ હતા તેઓ ડરી જતા અને રસ્તો બદલાવી નાખતા. ઘરમાં એ લોકો આ સૉન્ગ સાંભળે નહીં. રેડિયો પર સૉન્ગ વાગે નહીં અને જેટલું એને ઢાંકવાની કોશિશ થાય એટલું જ એ સૉન્ગ વધુ ને વધુ લોકો સુધી પહોંચે. સિવિલ રાઇટ્સ મોમેન્ટ્સ દરમ્યાન પૉપ્યુલર થયેલું આ સૉન્ગ ત્યાર પછી તો દુનિયાભરમાં પહોંચ્યું અને દુનિયાભરના લોકો એ સાંભળતા થયા.

‘વી શેલ ઓવરકમ...’ હિન્દીમાં કેવી રીતે આવ્યું એની વાત કરતાં પહેલાં કહેવાનું કે ઓરિજિનલ અંગ્રેજી ગીત એક વખત વાંચજો. ગીતની જે ફીલ છે, એના જે શબ્દો છે અને એ શબ્દોમાં જે સાદગી છે એ અદ્ભુત છે. યુટ્યુબ પર પણ તમને આ ગીત મળશે. એક વખત શક્ય હોય તો એ ગીત સાંભળજો, ઓરિજિનલ સૉન્ગ સાંભળતી વખતે તમને આપણા હિન્દી સૉન્ગની અચૂક યાદ આવશે, કારણ કે રાગથી માંડીને પ્રાસ-અનુપ્રાસ પણ સમાન છે અને કમ્પોઝિશન પણ એ જ સ્તરનું છે.

આ ગીત હિન્દીમાં કેવી રીતે આવ્યું એની બહુ ઇન્ટરેસ્ટિંગ હિસ્ટરી છે.

હિન્દી ભાષાના લબ્ધપ્રતિષ્ઠિત કવિ ગિરિજાકુમાર માથુરનું નામ તમે સાંભળ્યું હશે અને ધારો કે ન સાંભળ્યું હોય તો તમારે માટે અફસોસની વાત છે. ગિરિજાકુમારે અદ્ભુત કવિતાઓ આપી છે. ગિરિજાકુમાર આકાશવાણી માટે પણ કામ કરતા. તેમણે એક દિવસ ‘વી શેલ ઓવરકમ...’ સાંભળ્યું અને તેમને એટલું ગમી ગયું કે તેમણે આ ગીત ટ્રાન્સલેટ કર્યું. જોકે ટ્રાન્સલેશન જ થયું હતું, કમ્પોઝ નહીં.

એ દિવસોમાં આકાશવાણીના ડિરેક્ટર જનરલ પી. સી. ચૅટરજીને પણ આ જ વિચાર આવ્યો અને ત્યારે જ ગિરિજાકુમાર પાસેથી તેમને આ રચના મળી. પી. સી. ચૅટરજીએ પણ એ રચનામાં જરૂરી સુધારાવધારા કર્યા અને તેમણે નક્કી કર્યું કે હવે આ સૉન્ગને કમ્પોઝ કરાવીએ. મહાન સંગીતકાર અનિલ બિસ્વાસ એ સમયે આકાશવાણીમાં ચીફ મ્યુઝિક પ્રોડ્યુસર હતા. તેમણે આ ગીત કોરસ સાથે રજૂ કરવાનું વિચાર્યું અને આખું કમ્પોઝિશન પણ એ જ રીતે તૈયાર કર્યું જેમાં એક વ્યક્તિ ગિટાર પર ગાતી હોય અને પછી કોરસ એને ઝીલતું હોય. તમે માનશો નહીં એ જે કમ્પોઝિશનનો સૂર બેસાડવામાં આવ્યો હતો એ પછી તો એ જ સેટઅપ એ લેવલ પર પૉપ્યુલર થયું કે તમે વિચારી પણ ન શકો. કઈ રીતે એ સેટઅપ પૉપ્યુલર થયું એની વાત

આપણે પછી કરીએ, પહેલાં વાત અત્યારની કરી લઈએ.

આ ગીત વિજ્ઞાનભવનમાં પર્ફોર્મ થયેલું અને પછી આકાશવાણીનાં બધાં સ્ટેશનો પર એ રિલીઝ કરવામાં આવ્યું. એ સમયે આકાશવાણીનો જમાનો હતો. માત્ર રેડિયો એટલે મનોરંજનથી માંડીને સમાચારો માટે બીજું કોઈ માધ્યમ નહીં. આકાશવાણીના જેટલાં પણ રીજનલ સ્ટેશન હતાં એ બધાં સ્ટેશન પરથી આ ગીત રજૂ થયું. આકાશવાણીના હેડ સ્ટેશને તો દરેકને આ ગીતનો અનુવાદ સ્થાનિક ભાષામાં કરવાનું કહ્યું હતું, જેમાંથી મોટા ભાગનાં સ્ટેશને એ કામ કર્યું અને ભારતની ઘણી ભાષાઓમાં આ ગીત રજૂ થયું.

ઇન ફૅક્ટ બંગાળીમાં ભૂપેન હઝારિકાએ પણ આનું એક વર્ઝન બનાવ્યું અને બંગલા દેશમાં આ જ ગીતનું બીજું પણ એક વર્ઝન બન્યું, જેના શબ્દો છે એક દિન સૂઝેર ભોર... વન ડે સન વિલ રાઇઝ.

બંગલા દેશ જ્યારે બંગલા દેશ નહોતો અને ઈસ્ટ પાકિસ્તાનને પાકિસ્તાનથી છૂટું કરવાની મૂવમેન્ટ ચાલતી હતી એ સમયે આ ગીત બન્યું હતું અને જબરદસ્ત ગીત પૉપ્યુલર થયું પણ એ બધાની પણ ઉપર આ ગીતને પૉપ્યુલર કરવાનું કામ જો કોઈએ કર્યું તો તે હતો પીટ સીગર. રૉયલ આલ્બર્ટ હૉલમાં લોકોની સાથે ગીત ગાઈને ગીતને નવી જ ઊંચાઈ આપવાનું કામ પીટ સીગર કરી ગયો. આલ્બર્ટ હૉલના પર્ફોર્મન્સ પછી તો ઈસ્ટ આફ્રિકામાં પણ એનું વર્ઝન બન્યું અને એ પછી તો આફ્રિકાના બીજા દેશોમાં પણ એનું વઝર્ન તૈયાર થયું. અફસોસ, ગુજરાતીમાં હજી નથી થયું, પણ વાંધો નહીં, ગીતના શબ્દો જ આપણે માટે આશ્વાસન છે...

We shall overcome

We shall overcome

We shall overcome some day

Oh, deep in my heart

I do believe

We shall overcome some day

પ્રોટેસ્ટ સૉન્ગ એન્થમ બની ગયું

We shall overcome

We shall overcome

We shall overcome some day

Oh, deep in my heart

I do believe

We shall overcome some day

We’ll walk hand in hand

We’ll walk hand in hand

We’ll walk hand in hand some day

We shall all be free

We shall all be free

We shall all be free some day

We are not afraid

We are not afraid

We are not afraid some day

We are not alone

We are not alone

We are not alone some day

The whole wide world around

The whole wide world around

The whole wide world around some day

We shall overcome

We shall overcome

We shall overcome some day

Whatsapp-channel Whatsapp-channel

11 June, 2021 01:19 PM IST | Mumbai | RJ Dhvanit Thaker

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK