Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘તેરા બેટા તુઝસે દસ કદમ આગે હૈ’

‘તેરા બેટા તુઝસે દસ કદમ આગે હૈ’

30 October, 2021 10:05 PM IST | mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘તડપ’નું ટ્રેલર જોયા બાદ સુનીલ શેટ્ટીને આવું કહ્યું અક્ષયકુમારે

સુનિલ શેટ્ટી

સુનિલ શેટ્ટી


અક્ષયકુમારે ‘તડપ’નું ટ્રેલર જોઈને સુનીલ શેટ્ટીના દીકરા અહાન શેટ્ટીની પ્રશંસા કરતાં જણાવ્યું કે તારો દીકરો તો તારા કરતાં દસ પગલાં આગળ છે. આ ફિલ્મમાં અહાન સાથે તારા સુતરિયા પણ લીડ રોલમાં છે. તેલુગુ બ્લૉકબસ્ટર ‘RX 100’ની આ હિન્દી રીમેક છે. આ રીમેકને મિલન લુથરિયાએ ડિરેક્ટ કરી છે. સાજિદ નડિયાદવાલાએ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. આ ટ્રેલર જોઈને ટ્વિટર પર અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું કે ‘યાર સુનીલ શેટ્ટી તેરા બેટા તો તુઝસે ભી દસ કદમ આગે હૈ. યે કિસ ટાઇપ કી હેરાફેરી હૈ ભાઈ? ‘તડપ’નું ટ્રેલર અદ્ભુત છે. અહાનને ભરપૂર પ્રેમ અને શુભેચ્છાઓ.’

અક્ષયકુમારના આ ટ્વીટ પર રિપ્લાય આપતાં સુનીલ શેટ્ટીએ ટ્વીટ કર્યું હતું કે ‘તું પહેલો હતો જેણે શુભેચ્છા આપી અને ઘણાં વર્ષો પહેલાં તેનો માત્ર ફોટો જોઈને તે સુંદર વાત કહી હતી. તું હંમેશાં જે પ્રેમ દેખાડે છે એના માટે થૅન્ક યુ. એ પ્રશંસાને પાત્ર છે.’


Whatsapp-channel Whatsapp-channel

30 October, 2021 10:05 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK