પાંચથી સાડાપાંચ લાખ રૂપિયા સુધીની કૅશલેસ સારવાર મળશે
અક્ષયકુમાર ફાઇલ તસવીર
સાઉથની એક ફિલ્મ માટે કાર-સ્ટન્ટ કરતી વખતે બાવન વર્ષના સ્ટન્ટમૅન એસ. એમ. રાજુએ જીવ ગુમાવ્યો એ પછી અક્ષયકુમાર બૉલીવુડના સ્ટન્ટમેન અને સ્ટન્ટવિમેનની મદદે આવ્યો છે. અક્ષયે ૬૫૦થી ૭૦૦ જેટલા સ્ટન્ટમેન અને સ્ટન્ટવિમેનનું હેલ્થ અને ઍક્સિડન્ટ ઇન્શ્યૉરન્સ કરાવ્યું છે. અક્ષયે તેમના માટે જે પૉલિસી લીધી છે એના અંતર્ગત તેમને સેટ પર કે સેટની બહાર પણ ઇન્જરી થાય તો પાંચ લાખથી સાડાપાંચ લાખ રૂપિયા સુધીની કૅશલેસ ટ્રીટમેન્ટ મળશે.

