રણબીર કપૂર અને આલિયા ભટ્ટે બુધવારે દુબઈમાં યોજાયેલી એક ઇવેન્ટમાં હાજરી આપી હતી
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ દુબઈમાં એક ઈવેન્ટ દરમિયાન
રણબીર કપૂર અને આલિયા ભટ્ટે બુધવારે દુબઈમાં DAMAC Islands 2 નામના લક્ઝરી રિયલ એસ્ટેટ પ્રોજેક્ટના બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર તરીકે એના ગ્રૅન્ડ લૉન્ચિંગમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં તેમની વચ્ચે જબરદસ્ત કેમિસ્ટ્રી જોવા મળી હતી. આ ફંક્શનમાં આલિયાએ લેગ સ્લિટ અને પર્લ એમ્બ્રૉઇડરીવાળું ન્યુડ શેડવાળું ગાઉન પહેર્યું હતું જે તેને ગ્લૅમરસ લુક આપતું હતું. આ ઇવેન્ટ દરમ્યાન રણબીર અને આલિયાએ ‘બદતમીઝ દિલ’ પર સાથે ડાન્સ કરીને ફૅન્સનાં દિલ જીતી લીધાં હતાં.
રણબીર કપૂરનું છે ફિનસ્ટા અકાઉન્ટ
ADVERTISEMENT
રણબીર કપૂર અને આલિયા ભટ્ટે બુધવારે દુબઈમાં યોજાયેલી એક ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં રણબીરે ખુલાસો કર્યો છે કે તે એક ફિનસ્ટા (ફેક ઇન્સ્ટાગ્રામ) અકાઉન્ટ ધરાવે છે જેને તેની પત્ની આલિયા પણ ફૉલો નથી કરતી. રણબીરે આ ખુલાસો કરતાં કહ્યું કે ‘હું ઑફિશ્યલી ઇન્સ્ટાગ્રામ પર નથી, પણ મારું એક ફિનસ્ટા છે. દુનિયામાં ઘણા પ્રેરણાદાયી લોકો છે જેમને હું ફૉલો કરું છું પણ એક ઍક્ટર તરીકે મને લાગે છે કે સિનેમા જ મારા માટે મોટું માધ્યમ છે, જ્યાંથી લોકો મને ઓળખે છે. આ કારણે સોશ્યલ મીડિયા પર ઑફિશ્યલ રીતે આવવું જરૂરી નથી.’
રણબીરના આ અકાઉન્ટ વિશે આલિયાએ કહ્યું છે કે તે પણ રણબીરના ફિનસ્ટા અકાઉન્ટને ફૉલો નથી કરતી, કારણ કે રણબીરે મને એવું કરવા કહ્યું છે.


