અંબાણી-પરિવારની હૅલોવીન-પાર્ટીમાં સ્ટાર્સ અલગ જ અંદાજમાં જોવા મળ્યા
નીતા અંબાણી, આર્યન ખાન, જાહ્નવી કપૂર, આલિયા ભટ્ટ - દીપિકા પાદુકોણ
શુક્રવારે અંબાણી-પરિવાર દ્વારા હૅલોવીન-પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં સ્ટાર્સ અલગ-અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. આ પાર્ટીમાં આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, અર્જુન કપૂર, આર્યન ખાન, નીતા અંબાણી, આકાશ અંબાણી અને શ્ળોકા મહેતા જેવી સેલિબ્રિટીઝે પોતાના અનોખા કૉસ્ચ્યુમ્સથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ પાર્ટીમાં નીતા અંબાણી ‘બ્રેકફાસ્ટ ઍટ ટિફનીઝ’ના ઑડ્રી હેપબર્નના લુકમાં પાર્ટીમાં જોવા મળ્યાં હતાં. એ સિવાય આલિયા ભટ્ટે ‘ટૂમ્બ રેઇડર’ની લારા ક્રૉફ્ટ જેવો લુક અપનાવ્યો હતો જ્યારે દીપિકા પાદુકોણ ‘લેડી સિંઘમ’ના ગેટઅપમાં જોવા મળી હતી.


