Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આમિર ખાનનું લાલા અમરનાથની બાયોપિકમાં કામ કરવાનું નક્કી નથી

આમિર ખાનનું લાલા અમરનાથની બાયોપિકમાં કામ કરવાનું નક્કી નથી

Published : 24 May, 2026 09:52 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડિરેક્ટર આશુતોષ ગોવારીકરે સ્પષ્ટતા કરી કે ફિલ્મનું કાસ્ટિંગ હજી નક્કી નથી થયું

આમિર ખાનનું લાલા અમરનાથની બાયોપિકમાં કામ કરવાનું નક્કી નથી

આમિર ખાનનું લાલા અમરનાથની બાયોપિકમાં કામ કરવાનું નક્કી નથી


આમિર ખાન હાલમાં સની દેઓલની ફિલ્મ ‘લાહોર 1947’ને પ્રોડ્યુસ કરી રહ્યો છે. આ ફિલ્મનું ડિરેક્શન રાજકુમાર હીરાણી કરી રહ્યો છે. તાજેતરમાં આવેલા રિપોર્ટ પ્રમાણે આમિર ખાને ૨૫ વર્ષ બાદ ડિરેક્ટર આશુતોષ ગોવારીકર સાથે ફરી હાથ મિલાવ્યો છે અને તેઓ સાથે મળીને મહાન ભારતીય ક્રિકેટર લાલા અમરનાથની બાયોપિક પર કામ કરી રહ્યા છે. જોકે અત્યાર સુધી આ ફિલ્મને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. એ દરમ્યાન હવે આશુતોષ ગોવારીકરે પોતે જ આ પ્રોજેક્ટને લઈને મૌન તોડ્યું છે. આશુતોષ ગોવારીકરે હવે સ્પષ્ટતા કરી છે કે તેની આગામી ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર છે, પરંતુ કાસ્ટિંગ હજી સુધી નક્કી કરવામાં આવ્યું નથી. આ વિશે વાત કરતાં ડિરેક્ટરે કહ્યું હતું કે ‘મારી સ્ક્રિપ્ટ તૈયાર છે, પરંતુ હું હજી સુધી કાસ્ટિંગ કરી શક્યો નથી. મને એવા કલાકારો મળી નથી રહ્યા જેમની આ પ્રકારની કહાની અને ફિલ્મ માટે જરૂર છે.’


Whatsapp-channel Whatsapp-channel

24 May, 2026 09:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK