સનીના આ ગુસ્સાનો વિડિયો ચર્ચામાં છે જેમાં તે ફોટોગ્રાફરોને કહે છે, ‘તમારે ઘરે જવું જોઈએ. તમારા ઘરમાં પણ મા-બાપ છે, તમારાં બાળકો છે`
ગુસ્સે ભરાયેલો સની દેઓલ
ધર્મેન્દ્ર હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને હવે ઘરે આવી ગયા છે. હાલ તેમની સારવાર ઘરેથી જ ચાલી રહી છે. આમ છતાં ધર્મેન્દ્રના ઘરની બહાર મોટી સંખ્યામાં ફોટોગ્રાફરો અને રિપોર્ટરોની હાજરી જોવા મળે છે. ધર્મન્દ્રના દીકરા સની દેઓલે ગઈ કાલે સવારે જ્યારે ઘરની બહાર ફોટોગ્રાફરોની ભીડ જોઈ ત્યારે તે બહુ ગુસ્સે થઈ ગયો હતો. સનીએ પહેલાં તેમને હાથ જોડ્યા અને પછી તેમની ઝાટકણી કાઢી. આ સમયે એક તબક્કે તેના મોંમાંથી ગાળ પણ નીકળી ગઈ હતી.
સનીના આ ગુસ્સાનો વિડિયો ચર્ચામાં છે જેમાં તે ફોટોગ્રાફરોને કહે છે, ‘તમારે ઘરે જવું જોઈએ. તમારા ઘરમાં પણ મા-બાપ છે, તમારાં બાળકો છે. તમે **ની જેમ વિડિયો લઈ રહ્યા છો. શરમ નથી આવતી?’
ADVERTISEMENT
બ્રીચ કૅન્ડીના સ્ટાફરે લીધેલા વિડિયોમાં શું છે?

પથારીવશ ધર્મેન્દ્ર પાસે ઊભેલા સની અને બૉબી
બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં સારવાર બાદ ધર્મેન્દ્ર હવે ઘરે પાછા આવી ગયા છે. જીવન અને મૃત્યુ વચ્ચેના જંગમાં તેમણે મૃત્યુને માત આપી છે. આ સંજોગોમાં સોશ્યલ મીડિયા પર ધર્મેન્દ્રનો હૉસ્પિટલની અંદરનો એક વિડિયો ચર્ચામાં છે જેમાં તેઓ હૉસ્પિટલમાં ક્રિટિકલ હાલતમાં જોવા મળે છે. તેમની આ સ્થિતિ જોઈને તેમનાં બાળકો અને પ્રથમ પત્ની પ્રકાશ કૌર રડી પડ્યાં હતાં. પ્રકાશ કૌર રડતાં-રડતાં કહેતાં હતાં, ‘એક વાર ઊઠી જાઓ, મારી તરફ જુઓ, હાય રબ્બા, જલદી ઠીક થઈ જાઓ.’

ધર્મેન્દ્રને ઊઠવાની રડમસ આજીજી કરતાં પ્રકાશ કૌર અને તેમને સંભાળતી દીકરી
આ વિડિયોમાં પછી ધર્મેન્દ્રની દીકરી વિજેતા પોતાની માતાને સંભાળતી દેખાય છે.


