હંસિકા મોટવાણીની મેંદી સેરેમની ગઈ કાલે યોજવામાં આવી હતી.
હંસિકાની મેંદી સેરેમની
હંસિકા મોટવાણીની મેંદી સેરેમની ગઈ કાલે યોજવામાં આવી હતી. એ દરમ્યાન હંસિકાએ રેડ અને યલોના કૉમ્બિનેશનનો આઉટફિટ પહેર્યો હતો. બિઝનેસમૅન સોહેલ ખતુરિયા સાથે તેનાં લગ્ન થવાનાં છે. મેંદી સેરેમનીમાં સોહેલ પણ હાજર હતો. તેણે પીચ અને ક્રીમ આઉટફિટ પહેર્યો હતો. તેમના આ ફંક્શનના અનેક ફોટો અને વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે. બન્નેએ સાથે મળીને ડાન્સ કર્યો હતો. હંસિકાએ તાજેતરમાં જ તેની ફ્રેન્ડ્સ સાથે ગ્રીસમાં બૅચલરેટ પાર્ટી એન્જૉય કરી હતી. પ્રી-વેડિંગ સેલિબ્રેશનની શરૂઆત કરવાની માહિતી થોડા દિવસો અગાઉ હંસિકાએ આપી હતી. ચાર ડિસેમ્બરે બન્નેનાં લગ્ન જયપુરના એક ઐતિહાસિક પૅલેસમાં થવાની ચર્ચા છે.