તે ‘વિક્રમ વેધા’ની હિન્દી રીમેકનું શૂટિંગ કરી રહ્યો હતો
પહેલું ઍક્શન-શેડ્યુલ પૂરું કર્યું હૃતિક રોશને
હૃતિક રોશને હાલમાં ‘વિક્રમ વેધા’ની હિન્દી રીમેકની ઍક્શનનું પહેલું શેડ્યુલ પૂરું કર્યું છે. તેણે હાલમાં જાહેર કર્યું હતું કે તે સેટ પર પાછો ફર્યો છે અને શૂટિંગ શરૂ કરી દીધું છે. તે આ ફિલ્મનું ઍક્શન શૂટિંગ કરી રહ્યો હતો. ઓરિજિનલ ફિલ્મનાં ડિરેક્ટર્સ ગાયત્રી અને પુષ્કર દ્વારા જ આ ફિલ્મ ડિરેક્ટ કરવામાં આવી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ દુબઈમાં કરવામાં આવ્યું હતું. કેટલાક સ્ટન્ટમૅન દ્વારા હૃતિક સાથેના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરવામાં આવ્યા છે, જેમાં તેમણે લખ્યું હતું કે અમે ઍક્શન શૂટ કર્યું હતું. આ ફોટોમાં તેમણે ફિલ્મમેકર પરવેશ શેખનો પણ આભાર માન્યો હતો.