ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારીનું રિલેશનશિપ સ્ટેટસ ફરી ચર્ચામાં છે.
ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી
ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારીનું રિલેશનશિપ સ્ટેટસ ફરી ચર્ચામાં છે. થોડા દિવસ પહેલાં બન્ને એક મૂવી-ડેટમાંથી બહાર નીકળતી વખતે ફોટોગ્રાફર્સથી બચવા માટે તેમની સાથે સંતાકૂકડી રમતાં ઝડપાઈ ગયાં હતાં તો હાલમાં બન્ને કારમાં સાથે જોવા મળ્યાં હતાં. જોકે નવા વિડિયોમાં તેમણે કૅમેરાથી બચવાનો કોઈ જ પ્રયાસ નહોતો કર્યો અને ઇબ્રાહિમે તો ફોટોગ્રાફર્સ સામે જોઇને થમ્બ્સ-અપનો ઇશારો પણ કર્યો હતો. ઇબ્રાહિમ અને પલકે તેમની રિલેશનશિપ સ્વીકારી નથી પણ તેમની હરકતો તેમની ખાસ રિલેશનશિપ તરફ ઇશારો કરે છે.
