Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘બેલ બૉટમ’માં લારાના પાત્રને ઓળખવું મુશ્કિલ નહીં, નામુમકિન

‘બેલ બૉટમ’માં લારાના પાત્રને ઓળખવું મુશ્કિલ નહીં, નામુમકિન

05 August, 2021 09:38 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર-લૉન્ચ દરમ્યાન લારાએ લોકોને આ ફિલ્મમાં તેના પાત્ર વિશે પૂછ્યું હતું. જોકે કોઈ એનો જવાબ આપી શક્યું નહીં.

‘બેલ બૉટમ’માં લારાના પાત્રને ઓળખવું મુશ્કિલ નહીં, નામુમકિન

‘બેલ બૉટમ’માં લારાના પાત્રને ઓળખવું મુશ્કિલ નહીં, નામુમકિન


લારા દત્તા તેની આગામી ‘બેલ બૉટમ’માં ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના લુકમાં ખૂબ જ અદ્ભૂત દેખાઈ રહી છે. લોકો તેના આ લુકની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. લોકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે મેકઅપ આર્ટિસ્ટને જ નૅશનલ અવૉર્ડ આપવો જોઈએ. વાણી કપૂર અને હુમા કુરેશી પણ આ ફિલ્મમાં મહત્ત્વના રોલમાં જોવા મળશે. ૧૯ ઑગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થનારી આ ફિલ્મ રિયલ સ્ટોરી પર આધારિત છે. ફિલ્મને 3D ફૉર્મેટમાં પણ રિલીઝ કરવામાં આવશે. અક્ષયકુમાર આ ફિલ્મમાં રૉ (RAW) એજન્ટના રોલમાં જોવા મળવાનો છે. ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર-લૉન્ચ દરમ્યાન લારાએ લોકોને આ ફિલ્મમાં તેના પાત્ર વિશે પૂછ્યું હતું. જોકે કોઈ એનો જવાબ આપી શક્યું નહીં. એ વિશે લારાએ કહ્યું હતું કે ‘જો કોઈ આ ફિલ્મનું મારું પાત્ર જણાવી શકે તો હું તેની આખી ફૅમિલીને થિયેટર્સમાં આ ફિલ્મ ફ્રીમાં જોવા લઈ જઈશ.’
અક્ષયકુમારે પણ અનેક સવાલો પૂછવા છતાં પણ લોકો ઓળખી ન શક્યા. એથી લારાએ કહ્યું હતું કે ‘એનો અર્થ એ કે તમે મને ટ્રેલરમાં નથી જોઈ. હું મિસિસ ઇન્દિરા ગાંધીનું પાત્ર ભજવી રહી છું. વિશ્વાસ કરો. મેકર્સે મને કહ્યું હતું કે અમે આ ફિલ્મ બનાવી રહ્યા છીએ અને ઇન્દિરા ગાંધીના રોલ માટે કાસ્ટિંગ કરી રહ્યા છીએ. આ બધી મેં સ્ક્રિપ્ટ નહોતી વાંચી એ પહેલાંની વાત છે. હા, તમે જ્યારે કોઈ મહાન હસ્તીનું પાત્ર ભજવતા હો તો તમારા પર મોટી જવાબદારી હોય છે.’


Whatsapp-channel Whatsapp-channel

05 August, 2021 09:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK