° °

આજનું ઇ-પેપર
Sunday, 28 November, 2021


જોઈ લો ટેક-સૅવી નવી બબલીને

25 October, 2021 01:35 PM IST | Mumbai | Harsh Desai

નવી બબલીને ટૅલન્ટેડ, નવી ચૅલેન્જને હંમેશાં સ્વીકારતી અને અદ્ભુત કોન-વુમન તરીકે દેખાડવામાં આવશે. તે ઓરિજિનલ બબલી કરતાં એકદમ અલગ દેખાશે.

જોઈ લો ટેક-સૅવી નવી બબલીને

જોઈ લો ટેક-સૅવી નવી બબલીને

રાની મુખરજી અને સૈફ અલી ખાનની ‘બંટી ઔર બબલી 2’માં શરવરી નવી બબલીનું પાત્ર ભજવી રહી છે. તે એકદમ હૉટ ટેક-સૅવી યુવતી બની છે. તેના આ ફર્સ્ટ લુક પરથી જોઈ શકાય છે તે ગ્લૅમ અવતારમાં જોવા મળશે અને નવા જમાનાના નવા બંટી એટલે કે સિદ્ધાંત ચતુર્વેદી સાથે તેની જોડી છે. નવી બબલીને ટૅલન્ટેડ, નવી ચૅલેન્જને હંમેશાં સ્વીકારતી અને અદ્ભુત કોન-વુમન તરીકે દેખાડવામાં આવશે. તે ઓરિજિનલ બબલી કરતાં એકદમ અલગ દેખાશે. ઓરિજિનલ બબલી લોકોને પર્સનલી મળીને છેતરતી હોય છે, જ્યારે આ નવી જોડી નવા જમાનાની છેતરપિંડી કરતી જોવા મળશે. 
આ વિશે વાત કરતાં શરવરીએ કહ્યું કે ‘આ ફિલ્મમાં નવી બબલી તરીકે મને વાયઆરએફ દ્વારા પસંદ કરવામાં આવી એની મને ખુશી છે. રાની મુખરજી મૅમના અદ્ભુત કામને કારણે ઇન્ડિયન સિનેમામાં બબલી એક આઇકૉનિક પાત્ર બની ગયું છે. હું તેમની ખૂબ મોટી ફૅન છું અને આશા રાખું છું કે આ પાત્રને હું પૂરતો ન્યાય આપી શકી હોઉં. મારું પાત્ર આજના જમાનાનું છે અને મેં એને મારી રીતે ભજવવાની કોશિશ કરી છે. આશા રાખું છું કે રાની મૅમની સાથે દર્શકોને પણ આ ફિલ્મ પસંદ પડે. આ મારું બિગ-સ્ક્રીન ડેબ્યુ છે અને એથી મેં મારું સંપૂર્ણ આપ્યું છે. લોકોના રિસ્પૉન્સ જાણવા હું આતુર છું.’

ડિજિટલ દુનિયા અને વેશ બદલવામાં માહેર નવો બંટી

સિદ્ધાંત ચતુર્વેદી ‘બંટી ઔર બબલી 2’માં નવા બંટીનું પાત્ર ભજવી રહ્યો છે. તે એક મોટા શહેરનો એકદમ વિવેકી કોનમૅન હોય છે. તે ડિજિટલ દુનિયામાં અને વેશપલટો કરવામાં માહેર હોવાથી કોઈના હાથમાં નથી આવતો. સૈફ અલી ખાન અને રાની મુખરજી આ ફિલ્મમાં ઓરિજિનલ બંટી અને બબલી તરીકે જોવા મળશે. જોકે ડિજિટલ દુનિયામાં કેવી રીતે લોકોને છેતરવામાં આવે છે એનાથી તેઓ અજાણ હોય છે. ૧૯ નવેમ્બરે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવશે. આ વિશે સિદ્ધાંતે કહ્યું કે ‘મારી કરીઅરમાં પહેલી વાર હું હીરો તરીકે ‘બંટી ઔર બબલી 2’માં કામ કરી રહ્યો છું અને એથી જ આ ફિલ્મ મારા માટે ખૂબ સ્પેશ્યલ છે. આ ક્ષણ માટે મેં ખૂબ રાહ જોઈ છે અને હવે ઇન્ડસ્ટ્રી અને દર્શકો એને કેવો રિસ્પૉન્સ આપે છે એ મારે જોવું છે. આ મારા માટે ખૂબ મોટો પ્રોજેક્ટ છે, કારણ કે અમે ‘બંટી ઔર બબલી’ને જોઈને મોટા થયા છીએ અને એ જ પાત્ર ભજવવું એ મોટી વાત કહેવાય. હું ઉત્તર પ્રદેશના બાલિયામાંથી આવું છું અને મને ફિલ્મની દુનિયા વિશે ખબર છે. આપણા દેશના આ ખૂણેથી યુવાનોનાં જે સપનાં હોય એની મને જાણ છે. આથી મને જ્યારે આ ફિલ્મનું નરેશન કરવામાં આવ્યું ત્યારે મેં તરત હા પાડી દીધી હતી. હું હિન્દી મસાલા ફિલ્મનો પ્રેમી છું અને વાયઆરએફ દ્વારા મને આવી જ કમર્શિયલ ફિલ્મમાં કામ કરવાની તક આપી હોવાથી હું પોતાને નસીબદાર માનું છું. નવા બંટીમાં મેં મારા પ્રાણ પૂરી દીધા છે. તે એક ટેક્નૉલૉજીથી ભરપૂર દુનિયાનો હોય છે અને એમાં જ મોટો થયો હોય છે. આશા રાખું કે આ ફિલ્મ દ્વારા અમે દરેકને મનોરંજન પૂરું પાડીશું.’

25 October, 2021 01:35 PM IST | Mumbai | Harsh Desai

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

નિષ્ફળતાનો મને ભય નથી : જૉન એબ્રાહમ

હું કદી નકારાત્મક ​પરિણામ મળશે એવી ધારણા મનમાં રાખતો નથી. વધુમાં વધુ શું થશે, દર્શકોને નહીં ગમે, ખરુંને? અમે બીજી ફિલ્મ તરફ વળીએ છીએ. હું દરેક ફિલ્મને જીવું છું અને સતત આગળ વધતો રહું છું.’

28 November, 2021 02:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

‘યોદ્ધા’ની શરૂઆત

આ જ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરણ જોહરે કૅપ્શન આપી હતી, ‘યોદ્ધા’ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે.’

28 November, 2021 02:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

‘રાધે શ્યામ’નું શૂટિંગ શરૂ કર્યું ભાગ્યશ્રીએ

આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ભાગ્યશ્રીએ કૅપ્શન આપી હતી, ‘વિશ્વ એક સ્ટેજ છે. આપણે બધા આપણી ભૂમિકા ભજવીએ છીએ. ‘રાધે શ્યામ’ના સેટ પર મારો પહેલો દિવસ. આ અદ્ભુત શોટ માટે થૅન્ક યુ મનોજ.’

28 November, 2021 02:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK