જયા બચ્ચનની દોહિત્રી નવ્યા ૨૮ વર્ષની થવાની છે.
જયા બચ્ચન દોહિત્રી નવ્યા સાથે
જયા બચ્ચન બિન્ધાસ્ત નિવેદનો આપવા માટે જાણીતાં છે. ફોટોગ્રાફર્સને જોઈને હંમેશાં નાકનું ટેરવું ચડાવતાં જયા બચ્ચને તાજેતરમાં ‘વી ધ વિમેન’ નામની એક ઇવેન્ટમાં કહ્યું હતું કે ‘મને લાગે છે કે લગ્ન હવે આઉટડેટેડ અને જૂની પરંપરા થઈ ગયાં છે. હું નથી ઇચ્છતી કે મારી દોહિત્રી નવ્યા લગ્ન કરે. હા, બિલકુલ નહીં. નવ્યા ૨૮ વર્ષની થવાની છે. હું જુવાન છોકરીઓને બાળકોની પરવરિશ માટેની સલાહ આપવા માટે બહુ જૂની થઈ ગઈ છું. સમય બદલાઈ ગયો છે. આજનાં બાળકો બહુ સ્માર્ટ છે. તેઓ તમને પાછળ છોડી દેશે. વો દિલ્લી કા લડ્ડુ હૈ, ખાઓ તો મુશ્કિલ, ના ખાઓ તો ભી મુશ્કિલ. જસ્ટ એન્જૉય લાઇફ.’


