Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કંગનાએ સ્ટાર કિડ્સને ‘ઉબલે હુએ અંડે’ કહ્યાં

કંગનાએ સ્ટાર કિડ્સને ‘ઉબલે હુએ અંડે’ કહ્યાં

17 May, 2022 12:25 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કંગના રનોટે સ્ટાર કિડ્સને ‘ઉબલે હુએ અંડે’ કહ્યાં છે. હાલમાં જ ઝોયા અખ્તરની ‘ધ આર્ચીઝ’નાં પોસ્ટર અને ઇન્ટ્રોડક્શન વિડિયો શૅર કરવામાં આવ્યાં હતાં.

કંગના રનૌત

કંગના રનૌત


કંગના રનોટે સ્ટાર કિડ્સને ‘ઉબલે હુએ અંડે’ કહ્યાં છે. હાલમાં જ ઝોયા અખ્તરની ‘ધ આર્ચીઝ’નાં પોસ્ટર અને ઇન્ટ્રોડક્શન વિડિયો શૅર કરવામાં આવ્યાં હતાં. આ ફિલ્મમાં શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન, બોની કપૂરની દીકરી ખુશી કપૂર અને અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગસ્ત્ય નંદા લીડ રોલમાં છે. કંગનાએ આ લોકોનાં નામ તો નથી લીધાં પરંતુ આડકતરી રીતે તેમના પર પ્રહાર કર્યો છે. કંગનાના પૂછવામાં આવ્યું હતું કે બૉલીવુડની સરખામણીએ સાઉથ સિનેમા કેવી રીતે સફળ છે તો એનો જવાબ આપતાં કંગનાએ કહ્યું કે ‘સાઉથનું લોકો સાથે જે કનેક્શન હોય છે એ સ્ટ્રૉન્ગ હોય છે. હું તેમને ફૅન્સ નહીં કહું. તેઓ એનાથી પણ વિશેષ છે. બૉલીવુડમાં તો સ્ટાર કિડ્સ સ્ટડી માટે વિદેશમાં જાય છે. તેઓ ઇંગ્લિશમાં વાત કરે છે અને માત્ર હૉલીવુડની ફિલ્મો જુએ છે. તેઓ નાઇવ્સ અને ફૉર્કથી જમે છે અને અલગ રીતે વાત કરે છે. એથી તેઓ કઈ રીતે કનેક્ટ થઈ શકશે? દેખાવમાં પણ તેઓ વિચિત્ર હોય છે જાણે કે ઉબલે હુએ અંડે. તેમનો આખો લુક જ બદલાઈ જાય છે. એથી લોકો તેમની સાથે જોડાઈ નથી શકતા. હું કોઈને ટ્રોલ નથી કરવા માગતી.’


Whatsapp-channel Whatsapp-channel

17 May, 2022 12:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK