રણવીર સિંહ રાહુલ, આલિયા ભટ્ટ અંજલિ અને અનન્યા પાંડે ટીના
‘કુછ કુછ હોતા હૈ’માં શાહરુખ ખાન, કાજોલ અને રાની મુખરજીએ લીડ રોલ કર્યા હતા
કરણ જોહરે ડિરેક્ટ કરેલી ‘કુછ કુછ હોતા હૈ’ને જબરદસ્ત સફળતા મળી હતી. આ ફિલ્મમાં શાહરુખ ખાન, કાજોલ અને રાની મુખરજીએ લીડ રોલ કર્યા હતા. આ ફિલ્મને હવે ૨૫ વર્ષ પૂર્ણ થયાં છે ત્યારે કરણ જોહરે એક ઇન્ટરવ્યુમાં આ ફિલ્મની રીમેક વિશે વાત કરી છે.
કરણ જોહરે આ ઇન્ટરવ્યુમાં કહ્યું, ‘‘કુછ કુછ હોતા હૈ’’ની રીમેકમાં હું રણબીર કપૂર, દીપિકા પાદુકોણ અને કિઆરા અડવાણી જેવા ટોપ સ્ટાર્સને કાસ્ટ કરવા નથી માગતો. મને લાગે છે કે આ રીમેકમાં રાહુલના રોલમાં રણવીર સિંહ, અંજલિના રોલમાં આલિયા ભટ્ટ અને ટીના તરીકે અનન્યા પાંડે ફિટ રહેશે. જોકે ટીના તરીકે જાહ્નવી કપૂર અને સારા અલી ખાન પણ સારી લાગી શકે છે. મને ખબર છે કે આ બધી નેપો બેબીઝ છે. મેં તેમને મારી સામે મોટી થતી જોઈ છે, પરંતુ ક્યારેય પણ તેમના પેરન્ટ્સે મને ફોન કર્યો નથી. હંમેશાં હું જ તેમને કૉલ કરતો રહ્યો છું.’


