આ ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં લોકો વિવિધ કમેન્ટ્સ કરી રહ્યા છે.
ઇટ્સ પાર્ટી ટાઇમ
કરીના કપૂર ખાને તેની ગર્લ્સ સાથે પાર્ટી કરી છે. આ પાર્ટીમાં તેની બહેન કરિશ્મા કપૂર, મલાઇકા અરોરા, અમ્રિતા અરોરા લદક અને મેકઅપ આર્ટિસ્ટ મલ્લિકા ભટ્ટ પણ હાજર હતી. કરીનાએ વાઇટ શર્ટ અને શૉર્ટ્સ પહેર્યાં છે તો કરિશ્માએ બ્લુ ટૉપ અને બ્લૅક જૅકેટ પહેર્યાં છે. મલ્લિકાએ પ્રિન્ટેડ ટૉપ તો અમ્રિતાએ લૂઝ કુરતો પહેર્યાં છે. આ ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં લોકો વિવિધ કમેન્ટ્સ કરી રહ્યા છે. એકે કમેન્ટ કરી હતી કે ‘દરેકે અલગ-અલગ પ્રસંગો માટે અલગ-અલગ ડ્રેસ પહેર્યા છે.’ તો એકને તો તૈમુરના નાના ભાઈ જેહની ઝલક જોવી છે. પોતાની પાર્ટીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરીનાએ કૅપ્શન આપી હતી કે માય ફોરેવર ગર્લ્સ.