° °

આજનું ઇ-પેપર
Saturday, 04 December, 2021


ક્રિતી સેનનને મળ્યું ગમતું ઘર,અમિતાભ બચ્ચનનું અંધેરીવાળું ડ્યૂપ્લેક્સ લીધું ભાડે

21 October, 2021 01:58 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ક્રિતી સેનનને (Kriti Sanon) પોતાનું નવું ઘર ફાઇનલી મળી ગયું છે. આ નવું ઘર જેવું-તેવું નહીં પણ બૉલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચનનું (Amitabh Bachchan) છે.

ક્રિતી સેનન (તસવીર સૌજન્ય મિડ-ડે)

ક્રિતી સેનન (તસવીર સૌજન્ય મિડ-ડે)

ક્રિતી સેનન (Kriti Sanon)છેલ્લા ઘણાં દિવસથી પોતાની માટે ઘર જોઈ રહી હતી અને હવે કહેવમાં આવી રહ્યું છે કે તેને ફાઇનલી ઘર મળી ગયું છે. આ નવું ઘર જેવું-તેવું નહીં પણ બૉલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચનનું (Amitabh Bachchan) છે.

પિંકવિલાના રિપૉર્ટ મુજબ, ક્રિતી સેનને અંધેરીમાં રેન્ટ પર નવું અપાર્ટમેન્ટ લીધું છે, જે અમિતાભ બચ્ચનના નામે છે. આ રિપૉર્ટમાં સૂત્રોના હવાલે માહિતી આપવામાં આવી છે કે અમિતાભનું આ અપાર્ટમેન્ટ ડ્યૂપ્લેક્સ છે, જેને ક્રિતીએ ભાડેથી લીધું છે. આ રિપૉર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ક્રિતીને આ ઘર ખૂબ જ ગમ્યું છે અને તે ટૂંક સમયમાં જ નવા ઘરેમાં મૂવ કરવાનો પ્લાન કરી રહી છે.

રિપૉર્ટ પ્રમાણે, જેવું ક્રિતીને આ ઘર બતાવવામાં આવ્યું તેને ખૂબ જ ગમ્યું. તાજેતરમાં જ અમિતાભ બચ્ચને ક્રિતી સેનન સાથે ડાન્સની કેટલીક ઝલક પણ  શૅર કરી હતી. આ શૅર કરતા તેમણે લખ્યું કે "સુંદર ક્રિતી સેનન સાથે બલરૂમ ડાન્સ, આહ... કૉલેજ અને કોલકાતામાં વિતાવેલા જૂના દિવસોની યાદ આવી ગઈ." ટૂંક સમયમાં જ ક્રિતી અમિતાભ બચ્ચનના શૉ  `કૌન બનેગા કરોડપતિ`ની હૉટસીટ પર જોવા મળશે અને તેની સાથે આ શૉમાં રાજકુમાર રાવ પણ હાજર હશે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)

જણાવવાનું કે તાજેતરમાં જ અમિતાભે જૂહુવાળી પોતાની પ્રૉપર્ટી પણ રેન્ટ પર આપી છે. માહિતી છે કે બચ્ચન પરિવારે પોતાના જુહૂવાળા બંગલા અમ્મૂ અને વત્સનો ગ્રાઉન્ડ ફ્લોર સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાને રેન્ટ પર આપ્યો છે. 15 વર્ષ માટે લીઝ પર આપેલા આ ઘરથી અમિતાભ અને અભિષેક બચ્ચનને મોટી કમાણી થવાની છે. કહેવામાં આવ્યું છે કે તેમને એક્ટરને બેન્ક પાસેથી દર મહિને હાલ 18.9 લાખ રૂપિયાનું ભાડું મળવાનું છે. 5 વર્ષ પછી આના ભાડાંમાં વધારો થશે. જેના પછી આગામી પાંચ વર્ષમાં તેમને આ ભાડું વધીને દર મહિને 23.6 લાખ રૂપિયા મળશે અને પછી 10 વર્ષ બાદ તેના આગામી પાંચ વર્ષ સુધી બચ્ચન પરિવારને 29.5 લાખ રૂપિયા મહિને ભાડું મળશે.

21 October, 2021 01:58 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

પંજાબમાં પ્રદર્શનકારીઓએ કંગનાની કારને રોકી, વીડિયો શેર કરી અભિનેત્રીએ કહ્યું..

પોતાના નિવેદનોને કારણે હંમેશા વિવાદમાં રહેતી કંગના ફરી મુશ્કેલીમાં આવી છે.

03 December, 2021 06:31 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

જ્યારે સોનમ કપૂરને પણ કરવી પડી હતી વેઈટ્રેસની નોકરી... જાણો વધુ

અનુપમ ખેર શો માં પહોંચેલી અભિનેત્રી સોનમ કપૂરે આ વાતનો ખુલાસો કર્યો હતો.

03 December, 2021 06:09 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

સમીર સોની બન્યો લેખક

સમીર સોની હવે ‘માય એક્સ્પીરિયન્સ વિથ સાઇલન્સ’ દ્વારા લેખક બની ગયો છે.

03 December, 2021 01:48 IST | mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK