Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કોર્ટના સખત આદેશ મુજબ સલમાન કે તેના પરિવાર વિરુદ્ધ કોઈ ટિપ્પણી નહીં કરી શકે: કેઆરકે

કોર્ટના સખત આદેશ મુજબ સલમાન કે તેના પરિવાર વિરુદ્ધ કોઈ ટિપ્પણી નહીં કરી શકે: કેઆરકે

25 June, 2021 02:16 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેઆરકે વિરુદ્ધ દાખલ કરેલા કેસની સુનાવણી દરમ્યાન કોર્ટે કડક આદેશ આપ્યા છે જેથી તે હવે સલમાન ખાન કે તેના પરિવાર અંગે ટિપ્પણીઓ નહીં કરી શકે

કમાલ આર ખાન

કમાલ આર ખાન


કેઆરકે વિરુદ્ધ દાખલ કરેલા કેસની સુનાવણી દરમ્યાન કોર્ટે કડક આદેશ આપ્યા છે કે હવે પછીથી કમાલ રશીદ ખાન સલમાન ખાન, તેના પરિવાર અને તેની કંપની વિરુદ્ધ કોઈ વાંધાજનક નિવેદન નહીં આપી શકે. કોર્ટે કહ્યું હતું કે ‘પ્રતિષ્ઠા અને સન્માન કોઈ પણ વ્યક્તિ માટે સલામતી અને સ્વતંત્રતા સમાન છે. વ્યક્તિની ઓળખ તેના નામથી છે. એ વ્યક્તિના નામનું ભલે સમાજમાં કોઈ માન ન હોય, પરંતુ તેના માટે તો એ અમૂલ્ય છે. ધનવાન હોવા કરતાં સારુ નામ ખરી સંપત્તિ છે. સારી છાપ એ ન માત્ર જીવનનો સાર છે, પરંતુ ખરો વારસો પણ છે. સાથે જ એ જીવન માટે સુગંધ છે.’


Whatsapp-channel Whatsapp-channel

25 June, 2021 02:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK