વાઇરલ થયેલા ફુટેજમાં ધર્મેન્દ્ર હૉસ્પિટલના પલંગ પર બેભાન અવસ્થામાં પડેલા દેખાય છે
ધર્મેન્દ્ર સની અને બોબી સાથે
બ્રીચ કૅન્ડી હૉસ્પિટલના ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં ધર્મેન્દ્ર અને તેમના પરિવારજનોનો છૂપી રીતે વિડિયો રેકૉર્ડ કરવા બદલ હૉસ્પિટલના એક કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. ધર્મેન્દ્રને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી એના એક દિવસ પછી એટલે કે ૧૩ નવેમ્બરે આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.
વાઇરલ થયેલા ફુટેજમાં ધર્મેન્દ્ર હૉસ્પિટલના પલંગ પર બેભાન અવસ્થામાં પડેલા દેખાય છે, જ્યારે તેમના દીકરા બૉબી અને સની પરિવારના અન્ય સભ્યો સાથે નજીકમાં ઊભા છે. આ વાઇરલ ક્લિપમાં સનીના દીકરા કરણ અને રાજવીર પણ દેખાય છે તથા ધર્મેન્દ્રનાં પ્રથમ પત્ની પ્રકાશ કૌર તેમની બાજુમાં બેસીને ચિંતામાં રડી રહ્યાં છે. દેઓલ પરિવારની આ અંગત ક્ષણ રેકૉર્ડ કરીને એને સોશ્યલ મીડિયા પર શૅર કરનાર હૉસ્પિટલના કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે અને તેના પર પ્રાઇવસીનો ભંગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.


