એવી ચર્ચા છે કે મૃણાલ ઠાકુર ક્રિકેટર શ્રેયસ ઐયર સાથે સીક્રેટ રિલેશનશિપમાં છે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
મૃણાલ ઠાકુર વિશે થોડા દિવસ પહેલાં એવી વાતો વહેતી થઈ હતી કે તે ધનુષને ડેટ કરી રહી છે અને લેટેસ્ટ એવી ચર્ચા ઊપડી છે કે તે ક્રિકેટર શ્રેયસ ઐયર સાથે સીક્રેટ રિલેશનશિપમાં છે. આ બધી વાતોની મૃણાલે ગઈ કાલે સોશ્યલ મીડિયા પર મસ્ત ફીરકી લીધી હતી. મમ્મી તેની ચંપી કરતી હોય એવો પોતાનો ફોટો તેણે સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો અને સાથે લખ્યું હતું : લોકો વાતો કરે છે અને અમે હસીએ છીએ. અને હા, અફવાઓથી મફત પબ્લિસિટી મળે છે અને મને મફતની વસ્તુઓ ગમે છે.


