લેટેસ્ટ અપડેટ પ્રમાણે કાર્તિક આર્યન આ ફિલ્મમાં પડકારજનક ડબલ રોલમાં જોવા મળશે.
નાગઝિલા
કાર્તિક આર્યનની આવનારી ફિલ્મ ‘નાગઝિલા’ પહેલાંથી જ ફૅન્સ વચ્ચે ભારે ઉત્સુકતા જગાવી રહી છે. આ ફિલ્મ આવતા વર્ષે ૧૨ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે કાર્તિક આર્યન આ ફિલ્મમાં પડકારજનક ડબલ રોલમાં જોવા મળશે. મળતી માહિતી પ્રમાણે ‘નાગઝિલા’માં કાર્તિક આર્યન હીરો અને વિલન બન્ને પાત્રમાં જોવા મળશે અને આ ફિલ્મ એક ફ્રૅન્ચાઇઝીનો પ્રથમ ભાગ હશે. પ્રોજેક્ટ સાથે જોડાયેલી વ્યક્તિએ આપેલી માહિતી પ્રમાણે કાર્તિકે હાલમાં બન્ને પાત્ર માટે સંપૂર્ણપણે અલગ વ્યક્તિત્વ અને લુક તૈયાર કરવા માટે જોરશોરથી કામ શરૂ કરી દીધું છે.
