તેનું માનવું છે કે #MeTooને કારણે કામનાં સ્થળોએ છેલ્લાં પાંચ વર્ષમાં ઘણો બદલાવ આવ્યો છે
ત્રિશા દાસ
નૅશનલ અવૉર્ડ-વિનિંગ ડૉક્યુમેન્ટરી ફિલ્મમેકર અને ઓથર ત્રિશા દાસનું કહેવું છે કે શરૂઆતના દિવસોમાં તેને સેક્સ્યુઅલી ખૂબ જ હૅરેસ કરવામાં આવી હતી. તેનું માનવું છે કે #MeTooને કારણે કામનાં સ્થળોએ છેલ્લાં પાંચ વર્ષમાં ઘણો બદલાવ આવ્યો છે. આ વિશે વાત કરતાં ત્રિશાએ કહ્યું હતું કે ‘મારી પહેલી બુક ૨૦૧૬માં મેં ‘મિસ દ્રોપદી કુરુ : આફ્ટર ધ પાંડવાસ’લખી હતી ત્યારથી લઈને અત્યારના સમયમાં સૌથી મોટો બદલાવ આવ્યો હોય તો એ જેન્ડર ઇક્વાલિટી, સોસાયટીમાં થતો અન્યાય અને કામના સ્થળે થતું જેન્ડર પૉલિટિક્સ છે. હું જ્યારે ડૉક્યુમેન્ટરી ફિલ્મમેકર તરીકે કામ કરી રહી હતી ત્યારે મને ઘણી વાર સેક્સ્યુઅલી હૅરેસ કરવામાં આવી હતી.’