ફારાહ ખાને શૅર કરી ટ્રિપ્લેટ્સની સ્કૂલ-ગ્રૅજ્યુએશનની તસવીરો
ફારાહ ખાને શૅર કરી ટ્રિપ્લેટ્સની સ્કૂલ-ગ્રૅજ્યુએશનની તસવીરો
કોરિયોગ્રાફર અને ફિલ્મમેકર ફારાહ ખાન તથા તેના પતિ શિરીષ કુન્દરનાં ટ્રિપ્લેટ્સ દીકરીઓ (દિવા તથા અન્યા અને દીકરો ઝાર) હવે મોટાં થઈ ગયાં છે અને તેમણે સત્તાવાર રીતે સ્કૂલનું ગ્રૅજ્યુએશન પૂરું કર્યું છે. ફારાહે હાલમાં ધીરુભાઈ અંબાણી ઇન્ટરનૅશનલ સ્કૂલમાં યોજાયેલી ગ્રૅજ્યુએશન સેરેમનીની તસવીરો અને વિડિયો પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં શૅર કર્યાં હતાં. બાળકોને નીતા અંબાણી અને મુખ્ય અતિથિ પી. વી. સિંધુના હાથે ડિગ્રી આપવામાં આવી હતી. ફારાહે આ તસવીરોની પોસ્ટ શૅર કરતાં લખ્યું હતું, ‘મને ખબર નથી કે બાળકોને ઉછેરવું વધુ મુશ્કેલ છે કે તેમને પોતાની ઉડાન ભરવા દેવાનું. તેઓ જેટલાં ઊંચાં સપનાં જુએ એટલાં ઊંચાં ઊડી શકે છે. તેમને માટે હંમેશાં એક ઘર રાહ જોતું રહેશે.’
