Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રજનીકાંતે આજકાલ હોઠ સીવી લીધા છે

રજનીકાંતે આજકાલ હોઠ સીવી લીધા છે

29 September, 2024 02:54 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પહેલાં મલયાલમ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં થતા જાતીય શોષણ વિશે અને હવે તિરુપતિના લાડુવિવાદ વિશે કંઈ પણ બોલવાની ના પાડી દીધી

રજનીકાંત

રજનીકાંત


ગઈ કાલે સવારે ચેન્નઈ ઍરપોર્ટ પર મીડિયાનો ભેટો તામિલ ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંત સાથે થઈ ગયો હતો. એ વખતે મીડિયાના લોકોએ રજનીકાંતને તિરુપતિના લાડુ પ્રસાદના વિવાદ વિશે તેમની પ્રતિક્રિયા માગી હતી, જેના જવાબમાં  રજનીકાંત માત્ર ‘સૉરી, નો કમેન્ટ‍્સ’ કહીને જતા રહ્યા હતા. થોડા દિવસ પહેલાં આ જ રીતે મીડિયાએ રજનીકાંતને મલયાલમ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને હચમચાવી નાખનારા હેમા કમિટીના રિપોર્ટ વિશે પૂછ્યું ત્યારે પણ તેમણે ‘મને એના વિશે કંઈ ખબર નથી’ એમ કહીને વાત ઉડાડી દીધી હતી. મલયાલમ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે મહિલાઓની જાતીય સતામણી થાય છે, કઈ રીતે કામ મેળવવા અભિનેત્રીઓએ જાતીય શોષણનો સામનો કરવો પડે છે એને લગતો રિપોર્ટ તાજેતરમાં બહાર પાડવામાં આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2024 02:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK