‘ધુરંધર’નું મ્યુઝિક-આલબમ લૉન્ચ કરવા ગઈ કાલે BKCના જિયો વર્લ્ડ ફાઇવમાં ધમાકેદાર ઇવેન્ટ રાખવામાં આવી હતી
તસવીરો : શાદાબ ખાન
પાંચમી ડિસેમ્બરે રિલીઝ થતી ફિલ્મ ‘ધુરંધર’નું મ્યુઝિક-આલબમ લૉન્ચ કરવા ગઈ કાલે BKCના જિયો વર્લ્ડ ફાઇવમાં ધમાકેદાર ઇવેન્ટ રાખવામાં આવી હતી, જેમાં ફિલ્મની મુખ્ય જોડી રણવીર સિંહ અને સારા અર્જુને ભાગ લીધો હતો. આ ફિલ્મ અમારી મરજી વગર અમારા સદ્ગત દીકરા મેજર મોહિત શર્મા પરથી બનાવવામાં આવી છે એવો દાવો કરીને પેરન્ટ્સે દિલ્હી હાઈ કોર્ટમાં આ ફિલ્મની રિલીઝ રોકવાની અરજી કરી હતી, પણ અદાલતે આ સંદર્ભે કોઈ ચુકાદો ન આપીને મેજર મોહિત શર્માનાં માતા-પિતાનાં ઑબ્જેક્શન સાંભળવાની જવાબદારી સેન્સર બોર્ડ પર નાખી હતી.


