આ ટ્રેલર-લૉન્ચની નવી તારીખ અને વિગતો જલદી જ જાહેર કરવામાં આવશે
ફિલ્મનો સીન
સોમવારે દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. દિલ્હીમાં થયેલા વિસ્ફોટના પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે શ્રદ્ધાંજલિ અને સંવેદના વ્યક્ત કરવા માટે ‘ધુરંધર’નું મુંબઈમાં ટ્રેલર લૉન્ચ કરવાનો આજનો પૂર્વઆયોજિત કાર્યક્રમ મુલતવી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે આ ટ્રેલર-લૉન્ચની નવી તારીખ અને વિગતો જલદી જ જાહેર કરવામાં આવશે.


