Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફરદીન ૧૧ વર્ષ બાદ કરી રહ્યો છે કમબૅક

ફરદીન ૧૧ વર્ષ બાદ કરી રહ્યો છે કમબૅક

15 October, 2021 05:19 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેના વિસ્ફોટક ટ્રાન્સફૉર્મેશનના કારણે મળી ‘વિસ્ફોટ’

‘વિસ્ફોટ’ની ટીમ

‘વિસ્ફોટ’ની ટીમ


ફરદીન ખાનને ફિલ્મ ‘વિસ્ફોટ’માં કામ તેના અતુલનિય ટ્રાન્સફૉર્મેશનના કારણે મળ્યું છે. આ વાત ફિલ્મના પ્રોડ્યુસર સંજય ગુપ્તાએ કહી છે. ફરદીનનું વજન ખૂબ જ વધી ગયું હતું અને એને લઈને તેને ખૂબ જ ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો. જોકે તેણે હવે વજન ઘટાડી દીધું છે. આ ફિલ્મમાં તેની સાથે રિતેશ દેશમુખ અને પ્રિયા બાપટ પણ લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મને કુકી ગુલાટી ડિરેક્ટ કરશે. ફિલ્મને સંજય ગુપ્તા, ભૂષણ કુમાર, ક્રિશન કુમાર અને અનિરુદ્ધ ગુપ્તા પ્રોડ્યુસ કરશે. તાજેતરમાં જ ફિલ્મની મુરત પૂજા કરવામાં આવી હતી. ફિલ્મના કલાકારોને લઈને કુકી ગુલાટીએ કહ્યું હતું કે ‘રિતેશ અને ફરદીન જેવા ઍક્ટર્સ સાથે કામ કરવાની તક મળવી એ સારી વાત છે. તેમ જ આ કૉમ્બિનેશન ખૂબ અલગ છે. આ અદ્ભુત સ્ટોરીને દર્શકો સાથે શૅર કરવા માટે આતુર છું.’

આ ફિલ્મ ૨૦૧૨માં આવેલી વેનેઝુએલાની ‘રૉક, પેપર, સિઝર્સ’ની હિન્દી રીમેક છે. આ ફિલ્મને બેસ્ટ ફૉરેન લૅન્ગ્વેજ ફિલ્મની કૅટેગરીમાં ૮૫મા ઍકૅડેમી અવૉર્ડ્સમાં એન્ટ્રી મળી હતી. ‘વિસ્ફોટ’ વિશે સંજય ગુપ્તાએ કહ્યું હતું કે ‘દરેક ફિલ્મને તેની પોતાની મંજિલ અને સમય હોય છે. મારી પાસે આ ફિલ્મ ત્યારે આવી જ્યારે આખું વિશ્વ મહામારીને કારણે ઠપ્પ થઈ ગયું હતું.’



ભૂષણ કુમારે કહ્યું હતું કે ‘એક પ્રોડ્યુસર તરીકે હું હંમેશાં કંઈક નવું શોધતો હોઉં છું. ‘વિસ્ફોટ’ માટે તો સંજય ગુપ્તા છે. જેમની ફિલ્મ બનાવવાની સ્ટાઇલ જ અલગ હોય છે. કુકી ગુલાટી ફિલ્મને ડિરેક્ટ કરશે. ફરદીન, રિતેશથી માંડીને આખી ટીમનું જે કૉમ્બિનેશન છે એ ‘વિસ્ફોટ’ ટાઇટલને બંધ બેસે છે.’


Whatsapp-channel Whatsapp-channel

15 October, 2021 05:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK