સારા અલી ખાન અને જાહ્નવી કપૂરે સોશ્યલ મીડિયામાં પોતાનો ફોટો શૅર કર્યો છે
જાહ્ન્વી કપૂર અને સારા અલી ખાન
સારા અલી ખાન અને જાહ્નવી કપૂરે સોશ્યલ મીડિયામાં પોતાનો ફોટો શૅર કર્યો છે. આ ફોટોમાં તેઓ તેમના ફ્રેન્ડશિપ ગોલ દેખાડી રહ્યાં છે. બન્ને શૉર્ટ ડ્રેસમાં કમાલની દેખાઈ રહી છે. સારાએ ઝેબ્રા પૅટર્નનો બ્લૅક આઉટફિટ પહેર્યું છે. તો પિન્ક આઉટફિટમાં જાહ્નવી ચમકી ઊઠી છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સારાએ કૅપ્શન આપી હતી, ‘રિયલ પ્રિન્સેસ એકબીજાનો ક્રાઉન સરખો કરવામાં મદદ કરે છે. જીન્સથી ગાઉન્સ સુધીની ફ્રેન્ડશિપ. પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે. પ્રેમાળ, હાસ્ય, સ્મિત, એ બધામાં નારાજગીને સ્થાન નથી. ઘર હોય કે શૂટમાં અથવા તો ભારતનાં કોઈ અંતરાળ શહેરોમાં પણ મને તારી સાથે હંમેશાં મજા આવે છે.’