શેખર કપૂરે રવિવારે ઇન્સ્ટાગ્રામ પર એક રસપ્રદ ફોટો શૅર કર્યો હતો
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
‘ધ બૅન્ડિટ ક્વીન’, ‘માસૂમ’ અને ‘મિસ્ટર ઇન્ડિયા’ જેવી ફિલ્મો બનાવનારા શેખર કપૂરે રવિવારે ઇન્સ્ટાગ્રામ પર એક રસપ્રદ ફોટો શૅર કર્યો હતો. ૩૦ નવેમ્બરે તેમનાં સદ્ગત મમ્મીનો બર્થ-ડે હતો એ નિમિત્તે શૅર કરેલી આ તસવીરમાં દેવ આનંદ તેમનાં પત્ની મોના સાથે છે એ આ ફોટોની હાઇલાઇટ છે. દેવ આનંદ શેખર કપૂરના મામા હતા. શેખર કપૂરનાં મમ્મી શીલ કાંતા કપૂર જર્નલિસ્ટ અને ઍક્ટ્રેસ હતાં તથા તેઓ ડૉક્ટર કુલભૂષણ કપૂરને પરણ્યાં હતાં. શેખર કપૂરનાં મમ્મી ૨૦૧૪ની ૨૫ નવેમ્બરે ન્યુ યૉર્કમાં લિવર ફેલ્યરને લીધે અવસાન પામ્યાં હતાં.
તસવીરમાં બાળક શેખર કપૂર મમ્મી-પપ્પા, મોટી બહેન તથા દેવ આનંદ-મોના સાથે છે.


