Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હાઈ કોર્ટમાં બદનક્ષીનો દાવો કરી ૨૫ કરોડ માગ્યા શિલ્પાએ

હાઈ કોર્ટમાં બદનક્ષીનો દાવો કરી ૨૫ કરોડ માગ્યા શિલ્પાએ

31 July, 2021 03:16 PM IST | Mumbai
Agency

તેના વિરુદ્ધ સોશ્યલ મીડિયા પર જે કન્ટેન્ટ ચાલી રહી છે એના વિરુદ્ધ તેણે કેસ કર્યો છે

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી


રાજ કુંદ્રાના પૉર્નોગ્રાફી કેસમાં શિલ્પા શેટ્ટી કુંદ્રાને લઈને જે પણ કન્ટેન્ટ સોશ્યલ મીડિયામાં વાઇરલ થાય છે એને જોતાં તેણે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. પૉર્નોગ્રાફીના મામલામાં રાજની ૧૯ જુલાઈએ ધરપકડ કરવામાં આવી છે. તે હજી પણ જેલમાં જ છે. સાથે જ જુહુમાં આવેલા તેમના બંગલો પર પણ દરોડા પાડીને રાજ અને શિલ્પાની ગહન પૂછપરછ કરવામાં આવી હતી. પૉર્નોગ્રાફી કેસ જ્યારથી પ્રકાશમાં આવ્યો છે ત્યારથી રાજ અને શિલ્પાની ચારેય બાજુ નિંદા થઈ રહી છે. એથી સોશ્યલ મીડિયામાં સતત તેને લઈને અપમાનજનક કન્ટેન્ટ આવતાં શિલ્પાએ હાઈ કોર્ટમાં વિવિધ મીડિયા હાઉસ વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો છે. સાથે જ તેણે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ વિરુદ્ધ પણ કેસ કર્યો છે. ફરિયાદ કરવાની સાથે જ તેણે કેટલાક મીડિયા હાઉસને તેના વિશેની તમામ કન્ટેન્ટ ડિલીટ કરવાની સાથે જ ૨૫ કરોડ રૂપિયા વળતર પેટે પણ માગ્યા છે. તેનું કહેવું છે કે આવી કન્ટેન્ટને કારણે તેના ફૅન્સ, ફૉલોઅર્સ, બ્રૅન્ડ-એન્ડોર્સમેન્ટ કંપનીઓ, બિઝનેસ અસોસિએટ્સ અને ફ્રેન્ડ્સની વચ્ચે તેની છબી ખરડાઈ છે. સાથે જ તેનાં બાળકો, તેનાં વૃદ્ધ મા-બાપ અને સગાંસંબંધીઓને પણ લોકોની અવમાનનાનો સામનો કરવો પડે છે અને તેના બિઝનેસ અને પ્રોફેશનલ સ્તરે માઠી અસર પડી છે.   


Whatsapp-channel Whatsapp-channel

31 July, 2021 03:16 PM IST | Mumbai | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK