મૉડલિંગથી શરૂઆત કરીને અસિસ્ટન્ટ ડિરેક્ટર અને ઍક્ટર તરીકેની તેણે મુસાફરી કરી છે
સિદ્ધાર્થ મલ્હોત્રા
સિદ્ધાર્થ મલ્હોત્રા છેલ્લાં નવ વર્ષથી ટૅલન્ટ મૅનેજમેન્ટ એજન્સી મેટ્રિક્સ સાથે જોડાયેલો હતો જેને તેણે છોડી દીધી છે. મૉડલિંગથી શરૂઆત કરીને અસિસ્ટન્ટ ડિરેક્ટર અને ઍક્ટર તરીકેની તેણે મુસાફરી કરી છે. ૨૦૧૨માં આવેલી ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી ત્યારથી મેટ્રિક્સની રેશમા શેટ્ટી તેના બિઝનેસને જોતી હતી. તે હવે કરણ જોહર દ્વારા શરૂ કરવામાં આવેલી ધર્મા કોર્નસ્ટોન એજન્સી સાથે જોડાશે એવું લાગી રહ્યું છે. સિદ્ધાર્થને ધર્મા કૅમ્પનો ગણવામાં આવે છે અને એ સ્વાભાવિક છે કે કરણ જોહર તેના બિઝનેસને જુએ. જોકે ત્યાં સુધી તે તેની ટીમ સાથે મળીને તેના પ્રોજેક્ટ અને બ્રૅન્ડ એન્ડોર્સમેન્ટને સ્વતંત્ર રીતે જોશે.