° °

આજનું ઇ-પેપર
Friday, 06 August, 2021


તાપસીને નિંદાથી કોઈ ફરક નથી પડતો

21 July, 2021 02:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

તેની હાલમાં રિલીઝ થયેલી ‘હસીન દિલરૂબા’ના રિવ્યુઝ કંઈ ખાસ નહોતા

તાપસી પન્નુ

તાપસી પન્નુ

તાપસી પન્નુનું કહેવું છે કે તેને ટીકાઓથી કોઈ ફરક નથી પડતો. તેની ફિલ્મોને પણ નેગેટિવ રિવ્યુ મળવાથી તેને કોઈ મનદુઃખ નથી થતું. તેની હાલમાં રિલીઝ થયેલી ‘હસીન દિલરૂબા’ના રિવ્યુઝ કંઈ ખાસ નહોતા. આમ છતાં તે પોતાની જાતને શાંત પાડવાનો પ્રયાસ કરે છે. તેને પૂછવામાં આવ્યું હતું કે તેની કેટલીક ફિલ્મોને નેગેટિવ રિવ્યુ મળવા છતાં તે સ્ટ્રૉન્ગ રહે છે. આ વિશે તાપસીએ કહ્યું હતું કે ‘મારી કોઈ ફિલ્મોને સારા રિવ્યુઝ નથી મળ્યા. હું આ વાત તમને એટલા માટે કહી શકું છું, કારણ કે આજની તારીખ સુધીના મેં મારી તમામ ફિલ્મોના તમામ રિવ્યુઝ વાંચ્યા છે. કેટલાક તો ખૂબ ભયાનક હોય છે. કોઈએ મને એના પર રીઍક્ટ કરતાં નથી જોઈ. મને નિંદાથી કોઈ ફરક નથી પડતો. હું એમાંથી જ મારી કરીઅર ઘડું છું. જો તમે મારી ફિલ્મોના રિવ્યુઝ વાંચશો તો તમને જાણ થશે કે એને વાંચીને તો કોઈ વ્યક્તિ આ કરીઅર છોડી દે નહીં. જોકે એ બધાને મેં સકારાત્મક રીતે લઈને પોતાની જાત પર કામ કરવાનું શરૂ કર્યું. મેં એને લઈને અવાજ ઉઠાવ્યો હતો. હું મારું કામ નહોતી જાણતી, સમયની સાથે હું શીખતી ગઈ. હું મારી જાતને ગંભીરતાથી નથી લેતી, પરંતુ મારા કામને સિરિયસલી લઉં છું. તમે મારી મજાક ઉડાવી શકો છો, પરંતુ મારા કામના આદર્શોની નહીં. મેં મારા વિશે ખૂબ ખરાબ વસ્તુઓ પણ સાંભળી છે. જોકે આ મારા કામનો જ એક ભાગ છે એમ માનીને હું દસ વર્ષ પહેલાં જ શાંત થઈ ગઈ હતી.’

21 July, 2021 02:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

Olympicમાં ઈઝરાયેલી તરવૈયાઓનો માધુરી દિક્ષીતના `આજા નચલે` ગીત પર ડાન્સ

ઓલિમ્પિક દરમિયાન એક ઇઝરાયલી તરવૈયાએ ​​દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. ઇઝરાયલી તરવૈયાઓ એડન બ્લેચર અને શેલી બોબ્રીત્સ્કીએ મંગળવારે માધુરી દીક્ષિતના ગીત `આજા નચ લે` પર ડાન્સ કરતાં કરતાં તરવા ગયા હતા.

05 August, 2021 01:25 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

Tokyo olympic: કિંગ ખાન સહિત બૉલિવૂડ સેલેબ્સે હૉકી ટીમને પાઠવ્યા અભિનંદન

 ભારતીય પુરુષ હૉકી ટીમની આ સિદ્ધિ પર વડાપ્રધાનથી લઈ બૉલિવૂડ સ્ટાર્સ અભિનંદન પાઠવી રહ્યાં છે.

05 August, 2021 12:45 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

સિનેમા હૉલ્સ અને ડિજિટલ પ્લૅટફૉર્મનું પોતાનું અસ્તિત્વ છે : શ્રેયસ તલપડે

મને લાગે છે કે ડિજિટલ પ્લૅટફૉર્મ્સને પણ લોકો સાથે-સાથે અપનાવી રહ્યા છે. એની હવે લોકોની ટેવ પડી ગઈ છે. શું સિનેમા હૉલ્સ ઊઘડી જશે તો પણ ડિજિટલ પ્લૅટફૉર્મ્સનો જાદુ જળવાઈ રહેશે?

05 August, 2021 12:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK