ધનુષ અને મૃણાલ ઠાકુર વચ્ચેનો વયનો તફાવત હવે ચર્ચાનો મુદ્દો બન્યો છે
ધનુષ અને મૃણાલ ઠાકુર
ધનુષ અને મૃણાલ ઠાકુર વચ્ચે પ્રેમપ્રકરણ ચાલી રહ્યું હોવાની ચર્ચા ચાલી છે ત્યારે તેમની વચ્ચે ઉંમરનો તફાવત પણ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. ધનુષનો જન્મ ૧૯૮૩ની ૨૮ જુલાઈએ થયો હતો અને તે હાલમાં ૪૨ વર્ષનો છે. બીજી તરફ મૃણાલનો જન્મ ૧૯૯૨ની ૧ ઑગસ્ટે થયો હતો અને તે ૩૩ વર્ષની છે. આમ બન્ને વચ્ચે ૯ વર્ષનો ઉંમરનો તફાવત છે. ધનુષ અને મૃણાલે હજી સુધી કોઈ ફિલ્મમાં સાથે કામ નથી કર્યું, પરંતુ તેઓ અનેક ઇવેન્ટ્સમાં સાથે જોવા મળ્યાં છે, જેમાં મૃણાલની ફિલ્મ ‘સન ઑફ સરદાર 2’નું સ્ક્રીનિંગ અને કાજોલની ફિલ્મ ‘માઁ’ના પ્રીમિયરનો સમાવેશ થાય છે. આ સિવાય જુલાઈ ૨૦૨૫માં ધનુષની ફિલ્મ ‘તેરે ઇશ્ક મેં’ની રૅપ-અપ પાર્ટીમાં પણ મૃણાલ જોવા મળી હતી અને તેમની તસવીરો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે.
ધનુષે આ પહેલાં રજનીકાન્તની પુત્રી ઐશ્વર્યા સાથે લગ્ન કર્યાં હતાં. ઐશ્વર્યા રજનીકાન્તનો જન્મ ૧૯૮૧ની ૧ નવેમ્બરે થયો હતો અને તે ધનુષ કરતાં લગભગ એક વર્ષ અને ૮ મહિના મોટી છે. જોકે ૮ વર્ષના લગ્નજીવન પછી ધનુષ અને ઐશ્વર્યાએ ૨૦૨૨માં અલગ થવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ એપ્રિલ ૨૦૨૪માં ધનુષ અને ઐશ્વર્યાના છૂટાછેડા થઈ ગયા હતા. તેમને બે પુત્રો યાત્રા અને લિંગા છે.

