Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘અનેક’ની સ્ટોરી લોકોને બધું સમર્પિત કરવાની પ્રેરણા આપશે : આયુષ્માન ખુરાના

‘અનેક’ની સ્ટોરી લોકોને બધું સમર્પિત કરવાની પ્રેરણા આપશે : આયુષ્માન ખુરાના

23 October, 2021 12:47 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અનુભવ સિંહા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ ૨૦૨૨ની ૩૧ માર્ચે રિલીઝ થશે

‘અનેક’ની સ્ટોરી લોકોને બધું સમર્પિત કરવાની પ્રેરણા આપશે : આયુષ્માન ખુરાના

‘અનેક’ની સ્ટોરી લોકોને બધું સમર્પિત કરવાની પ્રેરણા આપશે : આયુષ્માન ખુરાના


આયુષ્માન ખુરાનાની ‘અનેક’ ૨૦૨૨ની ૩૧ માર્ચે રિલીઝ થવાની છે. ભારતના નૉર્થ-ઈસ્ટની સ્ટોરી દેખાડતી આ ફિલ્મને અનુભવ સિંહાએ ડિરેક્ટ કરી છે. ભૂષણકુમારે એને પ્રોડ્યુસ કરી છે. ‘આર્ટિકલ 15’ બાદ આયુષ્માન અને અનુભવની આ બીજી ફિલ્મ છે. ફિલ્મનું શૂટિંગ આસામ અને શિલૉન્ગમાં કરવામાં આવ્યું છે. ફિલ્મ વિશે આયુષ્માને કહ્યું હતું કે ‘એવું ખૂબ ભાગ્યે જ બનતું હોય છે, જ્યારે કોઈ ઍક્ટરને એવી સ્ટોરી મળે છે જે તેને તેના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. મેં હંમેશાં નૉવેલ સ્ટોરીને સપોર્ટ કર્યો છે. ‘અનેક’ ફિલ્મે મને એક નવા જોમ સાથે પર્ફોર્મ કરવાની તક આપી છે. આ એક એવી સ્ક્રિપ્ટ છે જે વ્યક્તિને તેનું બધું જ સમર્પિત કરવા માટે પ્રેરણા આપે છે. આવી ફિલ્મ બનાવવાનો મને ગર્વ થાય છે. સાથે જ હું નસીબદાર છું કે મને આ ફિલ્મમાં કામ કરવાની તક મળી. આ એક આધુનિક સિનેમાની સ્ટોરી છે, જેમાં મને ભરોસો છે. આ સ્પેશ્યલ સ્ટોરી માટે મારી પસંદગી કરી એ બદલ હું અનુભવ સરનો આભાર માનું છું.’
બીજી તરફ અનુભવ સિંહાએ કહ્યું કે ‘ફિલ્મ ‘અનેક’ લખવી અને બનાવવાનું ખૂબ પડકારજનક હતું. ફિલ્મને અમે ખાડા-ટેકરાવાળા વિસ્તારમાં શૂટ કરી હતી. આમ છતાં ખાસ વાત એ રહી કે અમે એનાથી સંતુષ્ટ હતા. આયુષ્માન સાથે ફરીથી કામ કરવાની મને ખુશી છે. તેણે જોશુઆના પાત્ર સાથે સ્ટોરીમાં પ્રાણ ફૂંક્યા છે. ભૂષણકુમાર સાથેની આવી ઉદાર અને સપોર્ટિવ ભાગીદારી આનાથી બીજી કોઈ સારી ન હોઈ શકે. તેઓ હંમેશાં મારી પડખે હોય છે. આ ફિલ્મમાં અમે અમારા આત્માનું સિંચન કર્યું છે. દર્શકોને દેખાડવા માટે હું ઉત્સાહી છું.’


Whatsapp-channel Whatsapp-channel

23 October, 2021 12:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK