શાહરુખના બંગલાની બહારનો ફોટો આયુષમાને શૅર કર્યો છે
આયુષમાન ખુરાના શાહરુખના બંગલા મન્નતની નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ઊભો રહી ગયો હતો
આયુષમાન ખુરાના અસંખ્ય લોકોની જેમ શાહરુખ ખાનનો પણ દીવાનો છે. તે શાહરુખના બંગલા મન્નતની નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ઊભો રહી ગયો હતો. તેને જોઈને અન્ય લોકો પણ તેનો ફોટો ક્લિક કરવા માંડ્યા હતા. શાહરુખના ફૅન્સ હમેશાં તેના બંગલાની બહાર તેની એક ઝલક જોવા આતુર હોય છે. શાહરુખના બંગલાની બહારનો ફોટો આયુષમાને શૅર કર્યો છે. એ ફોટોમાં તે કારની બહાર નીકળીને ઊભો રહી ગયો છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આયુષમાને કૅપ્શન આપી હતી, ‘મન્નત સે ગુઝર રહા થા. તો એક મન્નત માંગ લી.’