Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિક્રાન્ત ખૂબ પ્રામાણિક અને નિષ્ઠાવાન અભિનેતા છે : ‘ફૉરેન્સિક’ના ડિરેક્ટર

વિક્રાન્ત ખૂબ પ્રામાણિક અને નિષ્ઠાવાન અભિનેતા છે : ‘ફૉરેન્સિક’ના ડિરેક્ટર

25 June, 2022 06:07 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિક્રાન્ત એક પ્રામાણિક અને નિષ્ઠાવાન અભિનેતા હોવાથી તેની સાથે કામ કરવાનો હંમેશાથી સારો અનુભવ રહ્યો છે. વધુમાં વિશાલ ફુરિયાએ ઉમેર્યું હતું કે ‘તે શાંતિથી સાંભળશે અને તેના પાત્રની લાક્ષણિકતાઓને તે ગ્રહણ કરે છે.

વિક્રાન્ત ખૂબ પ્રામાણિક અને નિષ્ઠાવાન અભિનેતા છે : ‘ફૉરેન્સિક’ના ડિરેક્ટર

વિક્રાન્ત ખૂબ પ્રામાણિક અને નિષ્ઠાવાન અભિનેતા છે : ‘ફૉરેન્સિક’ના ડિરેક્ટર


ડિરેક્ટર વિશાલ ફુરિયાએ વિક્રાન્ત મેસીને પ્રામાણિક અને કામ પ્રતિ સમર્પિત ઍક્ટર જણાવ્યો છે. આ અગાઉ પણ બન્નેએ સાથે કામ કર્યું હતું. ગઈ કાલે ZEE 5 પર ‘ફૉરેન્સિક’ રિલીઝ થઈ છે. એમાં તેની સાથે પ્રાચી દેસાઈ, રોહિત રૉય, સુબ્રત દત્તા, વિન્દુ દારા સિંહ પણ લીડ રોલમાં છે. તેની સાથે કામ કરવાના પોતાના અનુભવ વિશે વિશાલ ફુરિયાએ કહ્યું કે ‘મેં વિક્રાન્ત સાથે ‘ક્રિમિનલ જસ્ટિસ 1’  અને ‘ફૉરેન્સિક’માં કામ કર્યું છે. આ બન્ને ફિલ્મોમાં અમે એકસાથે મોટા પાયે શૂટિંગ કર્યું છે. વિક્રાન્ત એક પ્રામાણિક અને નિષ્ઠાવાન અભિનેતા હોવાથી તેની સાથે કામ કરવાનો હંમેશાથી સારો અનુભવ રહ્યો છે. વધુમાં વિશાલ ફુરિયાએ ઉમેર્યું હતું કે ‘તે શાંતિથી સાંભળશે અને તેના પાત્રની લાક્ષણિકતાઓને તે ગ્રહણ કરે છે. તેના પાત્રમાં તે એવી રીતે ઉમેરો કરે છે કે એક ડિરેક્ટર તરીકે મારી જે અપેક્ષા હોય છે એના પર તે ખરો ઊતરે છે. વિક્રાન્ત વિશે સૌથી સારી બાબત એ છે કે તે જે પણ પાત્ર ભજવે છે એ દરેક પાત્ર સાથે લોકોને જોડે છે. લોકો તેને નાનો ભાઈ અથવા તો મોટા ભાઈની જેમ માને છે. તે ટેક્નિકલી પણ ખૂબ  સમજ ધરાવે છે. એ વસ્તુ તે જ્યારે કૅમેરાની સામે હોય ત્યારે તેની બૉડી-લૅન્ગ્વેજમાં પણ દેખાય છે. આ જ કારણ છે કે મને હંમેશાં તેની સાથે કામ કરવાની મજા આવે છે.’


Whatsapp-channel Whatsapp-channel

25 June, 2022 06:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK