સલમાનની આ ફાર્મહાઉસ પાર્ટીના મામલે ઍક્ટ્રેસ શહનાઝ ગિલે રસપ્રદ ખુલાસો કર્યો છે
ફાઇલ તસવીર
સલમાન ખાન તેના જીવનના મોટા ભાગનાં મહત્ત્વનાં સેલિબ્રેશન પનવેલ ખાતે આવેલા તેના ફાર્મહાઉસમાં કરે છે. પનવેલ ખાતે આવેલા આ ફાર્મહાઉસનું નામ ‘અર્પિતા ફાર્મ્સ’ છે. આ ફાર્મહાઉસ લગભગ ૧૫૦ એકરમાં ફેલાયેલું છે અને ત્યાં સલમાનની કેટલીક ફિલ્મોનું શૂટિંગ પણ થયું છે. હવે સલમાનની આ ફાર્મહાઉસ પાર્ટીના મામલે ઍક્ટ્રેસ શહનાઝ ગિલે રસપ્રદ ખુલાસો કર્યો છે.
હાલમાં શહનાઝે પોતાની લેટેસ્ટ ફિલ્મના પ્રમોશન માટે પૉડકાસ્ટમાં ભાગ લીધો હતો અને એમાં તેણે સલમાનની ફાર્મહાઉસ પાર્ટી વિશે કહ્યું હતું કે ‘હું સલમાન ખાનની ફાર્મહાઉસ પાર્ટીનો ભાગ રહી ચૂકી છું. હું ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ની ટીમ સાથે ત્યાં ગઈ હતી. અમે બધા ત્યાં એક-બે દિવસ રોકાયા હતા. બહુ મજા આવી. સલમાન સર બધાને બેરીઝ તોડી-તોડી ખવડાવતા હતા. તેઓ ખૂબ જ દેસી છે અને ખેડૂતોની જેમ કામ કરે છે. તેઓ ફક્ત કામ અને ઍક્શનની વાત કરે છે અને નવી ફિલ્મની ઍક્શન વિશે ચર્ચા કરે છે. સલમાન સર ફાર્મહાઉસમાં માત્ર જિમ કરે છે. પાર્ટીમાં બધા લોકો ફક્ત તેમની રાહ જુએ છે અને તેઓ પોતાના સમય મુજબ આવે છે.’


