° °

આજનું ઇ-પેપર
Sunday, 16 January, 2022


કેવો પાર્ટનર જોઈએ છે ઈશા ગુપ્તાને?

29 November, 2021 01:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

તેના રિલેશનની ચર્ચા સ્પેનના બિઝનેસમૅન મૅન્યુઅલ કમ્પોસ ગ્વાલર સાથે ચાલી રહી છે

ઈશા ગુપ્તા

ઈશા ગુપ્તા

ઈશા ગુપ્તાને કેવો પાર્ટનર જોઈએ છે એ વિશે તેણે ખુલાસો કર્યો છે. જોકે તેના રિલેશનની ચર્ચા સ્પેનના બિઝનેસમૅન મૅન્યુઅલ કમ્પોસ ગ્વાલર સાથે ચાલી રહી છે. તેણે મૅન્યુઅલ સાથેના કેટલાક ફોટો પણ શૅર કર્યા હતા. હવે તેણે જણાવ્યું છે કે તેને કેવા પાર્ટનરની જરૂર છે. એ વિશે ઈશાએ કહ્યું હતું કે ‘મારી ફૅમિલી અને મારા ફ્રેન્ડ્સની વાત આવે તો હું ખૂબ પ્રાઇવેટ પર્સન છું. લોકો મારા વિશે ઘણુંબધું લખે છે, પરંતુ મને એનાથી કોઈ ફરક નથી પડતો. અમારા પરિવારમાં પુરુષો કરતાં મહિલાઓ વધુ સફળ છે. પેરન્ટ્સ તેમની દીકરીઓને આત્મનિર્ભર બનતાં શીખવાડે છે. જો હું કોઈ ધનવાન વ્યક્તિ સાથે લગ્ન કરું અને એ મને તરછોડી દે તો હું તેના ખોરાકી-પોષાકી પર નિર્ભર ન રહી શકું. મારી પાસે મારું પોતાનું કહી શકાય એવું હોવું જોઈએ. હું મારી અટક બદલવા નથી માગતી. હું એવા પાર્ટનરની ઇચ્છા રાખું છું જે મને સપોર્ટ કરે અને મને બદલવાનો પ્રયાસ ન કરે.’

29 November, 2021 01:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

રોહિત શેટ્ટી `મિશન ફ્રન્ટલાઈન` સાથે OTT ડેબ્યૂ કરવા તૈયાર

શેટ્ટી ‘મિશન ફ્રન્ટલાઈન’ શોમાં જોવા મળશે, જે સરહદો પર તહેનાત સશસ્ત્ર દળોના જીવનમાં ડોકિયું કરે છે. આ શોમાં અગાઉ રાણા દગ્ગુબત્તી અને સારા અલી ખાન જોવા મળી ચૂક્યા છે.

16 January, 2022 02:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

સલમાન ખાનની ‘બિયૉન્ડ ધ સ્ટાર’માં કોણ-કોણ દેખાશે?

આ ડૉક્યુમેન્ટરીમાં સલમાન સાથે જોડાયેલી અનેક બાબતો ઉપરાંત તેના બાળપણની કેટલાંક કદી ન જોયાં હોય એવાં વિઝ્‍યુઅલ્સ અને ફોટો પણ દેખાડવામાં આવશે

16 January, 2022 02:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

વિચારોમાં મગ્ન

આલિયા સોશ્યલ મીડિયામાં ખૂબ ઍક્ટિવ રહે છે

16 January, 2022 02:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK