ઝરીન ખાન લાંબા સમયથી બીમાર હતાં અને તેમણે મુંબઈના પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
સંજય ખાનનાં પત્ની ઝરીન ખાનનું ૭ નવેમ્બરે ૮૧ વર્ષની ઉંમરે નિધન થયું હતું અને હિન્દુ વિધિ મુજબ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એ પછી તાજેતરમાં તેમનાં અસ્થિનું ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું જેનો વિડિયો સંજય ખાને સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે. આ વિડિયોમાં સંજય ખાન વહેતી ગંગામાં પરિવાર સાથે ઝરીન ખાનનાં અસ્થિનું વિસર્જન કરતા અને દીકરો ઝાયેદ ધ્રુસકે-ધ્રુસકે રડતો જોવા મળે છે. ઝરીન ખાન લાંબા સમયથી બીમાર હતાં અને તેમણે મુંબઈના પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા.


