° °

આજનું ઇ-પેપર
Wednesday, 27 October, 2021


ઝોયા અખ્તર વાઇબ્રન્ટ ડિરેક્ટર છે : આદર્શ ગૌરવ

23 September, 2021 03:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ઝોયા અખ્તરની પ્રશંસા કરતાં આદર્શે કહ્યું હતું કે ‘ઝોયા અખ્તર એક હિમ્મતવાન અને ગતિશીલ ડિરેક્ટર છે જેણે સિનેમાને પોતાના બળે ફરીથી વ્યાખ્યાયિત કર્યું છે.

ઝોયા અખ્તર વાઇબ્રન્ટ ડિરેક્ટર છે : આદર્શ ગૌરવ

ઝોયા અખ્તર વાઇબ્રન્ટ ડિરેક્ટર છે : આદર્શ ગૌરવ

આદર્શ ગૌરવનું કહેવું છે કે ઝોયા અખ્તર સાહસી અને ગતિશીલ ડિરેક્ટર છે. ‘ધ વાઇટ ટાઇગર’માં તેણે ભજવેલા પાત્રની સૌએ નોંધ લીધી હતી અને હવે ઝોયા અખ્તરની ‘ખો ગએ હમ કહાં’માં આદર્શ જોવા મળવાનો છે. આ ફિલ્મની સ્ટોરી મુંબઈના ૩ ફ્રેન્ડ્સની આસપાસ ફરે છે. ફિલ્મને ૨૦૨૩માં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મને ઝોયા અખ્તર, ફરહાન અખ્તર, રીમા કાગતી અને રિતેશ સિધવાણી સાથે મળીને પ્રોડ્યુસ કરવાનાં છે. અર્જુન વરૈન સિંહ આ ફિલ્મ દ્વારા ડિરેક્શનમાં ઝંપલાવશે. ઝોયા અખ્તરની પ્રશંસા કરતાં આદર્શે કહ્યું હતું કે ‘ઝોયા અખ્તર એક હિમ્મતવાન અને ગતિશીલ ડિરેક્ટર છે જેણે સિનેમાને પોતાના બળે ફરીથી વ્યાખ્યાયિત કર્યું છે. તેમની સ્ટોરી તરોતાજા કરનારી, એનાં પાત્રો અને સિનેમાની સ્ટાઇલનો જે દૃષ્ટિકોણ છે એ લોકોને વિચારતા કરી દે છે. તેમની સાથે કામ કરવું મારા માટે સન્માનની બાબત છે. આ પ્રોજેક્ટ માટે તેમની સાથે જોડાવાને લઈને હું ઉત્સાહિત છું.’

23 September, 2021 03:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

હું ઝરીનાની એકદમ ઑપોઝિટ છું : રિચા

હું ઝરીનાની એકદમ ઑપોઝિટ છું અને એથી જ આ પાત્ર ભજવવાની મને ખૂબ મજા આવી હતી. પાવર, ફેમ, પૈસા પ્રત્યેનો તેનો પ્રેમ તેના પાત્રમાં દેખાઈ આવે છે અને એ એકદમ રિયલ લાગે છે.

27 October, 2021 10:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

કોઈએ ન ભજવ્યાં હોય એવાં પાત્રો ભજવવાની ખુશી છે શરદ મલ્હોત્રાને

મહારાણાથી લઈને અત્યારના જગબંધુ સુધીની મારી મુસાફરી ખૂબ અદ્ભુત રહી છે, કારણ કે એ દરમ્યાન મને મારા ઍક્ટર તરીકેના પોટેન્શ્યલ, અભાવ અને પૉઝિટિવ વાતનો અહેસાસ થયો છે.

27 October, 2021 10:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

‘સ્પેશ્યલ ઑપ્સ’ જેવા શોને મોટા સ્કેલ પર બનાવવો ખૂબ જરૂરી છે : નીરજ પાન્ડે

શોનું નરેટિવ જુદા-જુદા ટાઇમ ઝોન અને જ્યૉગ્રાફીમાં હોવાથી લોકેશન ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. મૉરિશિયસ અને યુક્રેન જેવા ઇન્ટરનૅશનલ લોકેશન શોની સ્ક્રિપ્ટમાં વિઝ્‍યુઅલ અપીલ ઉમેરે છે.’

27 October, 2021 10:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK