Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Jaysuk Zdpayo: જયસુખ ઝડપાયોનું ટ્રેલર થયું લોન્ચ, જુઓ જ્હોની લીવરનું ગુજરાતી રૂપ

Jaysuk Zdpayo: જયસુખ ઝડપાયોનું ટ્રેલર થયું લોન્ચ, જુઓ જ્હોની લીવરનું ગુજરાતી રૂપ

12 May, 2022 05:23 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ટ્રેલરની વાત કરીએ તો તે ખૂબ જ કૉમેડી લાગી રહ્યું છે

‘જયસુખ ઝડપાયો’ના સેટ પરની તસવીર

‘જયસુખ ઝડપાયો’ના સેટ પરની તસવીર


ત્રીજી જૂને રિલીઝ થનાર ગુજરાતી ફિલ્મ ‘જયસુખ ઝડપાયો’નું ટ્રેલર આજે લોન્ચ થયું છે. ડિરેક્ટર ધર્મેશ મહેતા આ ફિલ્મ સાથે પ્રોડ્યુસર પણ બની ગયા છે. જિમિત ત્રિવેદીની હીરો તરીકે આ પહેલી ફિલ્મ છે તો ધર્મેશ મહેતાની જ ફિલ્મ ‘પપ્પા, તમને નહીં સમજાય!’માં કૅમિયો કરી ચૂકેલા જૉની લિવરની પણ આ ફુલ લેંગ્થ પહેલી ગુજરાતી ફિલ્મ છે.

ટ્રેલરની વાત કરીએ તો તે ખૂબ જ કૉમેડી લાગી રહ્યું છે. ટ્રેલર પરથી સમજાય છે કે મનસુખ (જ્હોની લિવર)ની બહેન જયસુખ (જિમિત ત્રિવેદી) સાથે પ્રેમમાં પડે છે અને આખી વાર્તા તેની આસપાસ ફરે છે. જયસુખના જીવનમાં અનેક નાની-મોટી મુસીબતો આવી રહી છે, જેને કારણે જયસુખના જીવનમાંથી સુખ શબ્દ જાણે અદ્રશ્ય થઈ ગયો છે. ઉપરાંત જ્હોની લીવર થોડું કાલુંઘેલું પર દર્શકોની મજા બમણી કરી રહ્યું છે. જુઓ ટ્રેલર.




ફેન્સ પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોતાં જણાય છે. એક વ્યક્તિએ ટ્રેલર પર કોમેન્ટ કરતાં લખ્યું કે “એકદમ મજા પડી ગઈ છે ભાઈ આ ટ્રેલર જોઈને” તો અન્ય એકે લખ્યું કે “જયેશભાઈ જોરદાર પછી જયસુખ ઝડપાયો!!”

હવે જોવું રહ્યું કે જયસુખને સુખ મળે છે કે નહીં.


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2022 05:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK