આશી સિંહને તેના લૉન્ગ હેર લોકોને દેખાડવાની ખુશી થઈ રહી છે.
લૉન્ગ હેર દેખાડવાથી ખુશ છે આશી સિંહ
આશી સિંહને તેના લૉન્ગ હેર લોકોને દેખાડવાની ખુશી થઈ રહી છે. ‘મીત’માં તે ટાઇટલ રોલ ભજવી રહી છે. આ શોમાં મીત તેની બહેન માનુષી એટલે કે શરીન ખાન્દુજા સાથે ટ્વિનિંગ કરતી જોવા મળશે. તેઓ બન્ને એકસરખાં કપડાંમાં દેખાશે. આશીને ઘણા સમય બાદ તેના લુકને ચેન્જ કરવાનો ચાન્સ મળ્યો છે. તે મોટા ભાગે શૉર્ટ હેરમાં જોવા મળે છે, પરંતુ આ દૃશ્યમાં તે લૉન્ગ હેરમાં દેખાશે. આ વિશે વાત કરતાં આશીએ કહ્યું હતું કે ‘હું મીતનું પાત્ર ભજવતી વખતે વિગ પહેરું છું, પરંતુ ફાઇનલી મને મારા ઓરિજિનલ વાળને દેખાડવાનો ચાન્સ મળ્યો છે. મારા માટે આ એક ચેન્જ છે અને મને આ અલગ લુકની ખુશી છે. શરીન સાથે ટ્વિનિંગ કરવાની ખૂબ જ મજા આવી હતી. અમે ઘણા સારા ફોટોઝ અને રીલ્સ બનાવ્યા છે. મારા માટે આ ખૂબ જ એક્સાઇટિંગ અનુભવ રહ્યો હતો.’